
નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.)। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા વ્યક્તિને નિરંતર કર્મશીલ બનાવી રાખે છે અને આ જ ગુણ સફળતાની ચાવી છે. પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે એક્સ પર લખ્યું કે કર્મઠ અને ઉર્જાવાન નાગરિકો જ રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ હોય છે, જેમના પરિશ્રમથી વિકાસના નવા માર્ગો પ્રશસ્ત થાય છે. તેમણે કહ્યું કે, આવા પ્રયાસોથી દેશ સમૃદ્ધિ, આત્મનિર્ભરતા અને પ્રગતિના શિખર સુધી પહોંચે છે.
પ્રધાનમંત્રી મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કરતા લખ્યું,
“अनिर्वेदो हि सततं सर्वार्थेषु प्रवर्तकः। करोति सफलं जन्तोः कर्म यच्च करोति सः॥”
પ્રધાનમંત્રીએ આનો અર્થ સ્પષ્ટ કરતા કહ્યું કે, ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા વ્યક્તિને પોતાના કાર્યોમાં નિરંતર સક્રિય રાખે છે. આ જ અખંડ ઉત્સાહ વ્યક્તિના દરેક સંકલ્પને સફળતા સુધી પહોંચાડવામાં સહાયક બને છે. તેમણે નાગરિકોને આહ્વાન કર્યું કે, તેઓ પોતાના કાર્યોમાં નિરંતરતા અને ઉર્જા જાળવી રાખે, જેથી વ્યક્તિગત અને રાષ્ટ્રીય બંને સ્તરે પ્રગતિ સુનિશ્ચિત થઈ શકે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ