રાયોટિંગના ગુન્હાના આરોપી નો વરઘોડો કાઢતી પોરબંદર પોલીસ.
પોરબંદર, 30 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના આશાપુરા ચોકમાં એક સપ્તાહ પૂર્વે મારામારીની ઘટના બની હતી. પાંચ જેટલા તત્વોએ એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. આ ઉપરાંત વચ્ચે પડતા તેના મિત્રને પણ દૂર ખસેડયા હતા અને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે
રાયોટિંગના ગુન્હાના આરોપી નો વરઘોડો કાઢતી પોરબંદર પોલીસ.


રાયોટિંગના ગુન્હાના આરોપી નો વરઘોડો કાઢતી પોરબંદર પોલીસ.


પોરબંદર, 30 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના આશાપુરા ચોકમાં એક સપ્તાહ પૂર્વે મારામારીની ઘટના બની હતી. પાંચ જેટલા તત્વોએ એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. આ ઉપરાંત વચ્ચે પડતા તેના મિત્રને પણ દૂર ખસેડયા હતા અને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે કેસમાં અગાઉ ચાર જેટલા આરોપીને પકડી ઘટના સ્થળ વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો ત્યાર બાદ પકડવાના બાકી આરોપીને પણ ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં 18 એપ્રિલના રોજ પ્રતાપ રાજશી મોઢવાડિયાએ આરોપી મયુર ઉર્ફે મયલો હરદાસ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાંકી નાગાજણ ગોરાણીયા, માલદે ઉર્ફે જાગીરો રામદે કુછડીયા, કિશોર સાજણ ગુરગુટીયા અને કાંધલ ઓડેદરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ પ્રતાપ મોઢવાડિયાને તેના મિત્ર ભરતભાઈ મૈયારીયા સાથે સારા સંબંધો હોય તે વાતનું મનદુઃખ રાખી પાંચે આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી પ્રતાપ મોઢવાડિયાને પોતાની દુકાને ન આવાનું કહ્યું હતું ત્યાર બાદ વિશાલ અને માલદેએ પ્રતાપ મોઢવાડિયાને બેફામ ગાળો આપી હતી આ દરમિયાન ફરિયાદી પ્રતાપ મોઢવાડિયાએ ગાળો બોલવાની ના પાડતા પાંચે આરોપીએ એક સંપ થઈ ફરિયાદી પ્રતાપ મોઢવાડિયાને લાફાવાળી કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ દરમિયાન સાહેદ નયન કેશવાલા વચ્ચે પડતા પાંચે આરોપીઓએ નયનને ધક્કો મારી દૂર ખસેડયો હતો. ત્યાર બાદ તમામ આરોપીઓએ પ્રતાપ મોઢવાડીયા તથા નયન કેશવાલાને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને પ્રતાપ મોઢવાડિયાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. આવારા તત્વોને પકડવા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મયુર ઉર્ફે મયલો હરદાસ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાંકી નાગાજણ ગોરાણીયા, માલદે ઉર્ફે જાગીરો રામદે કુછડીયા અને કાંધલ ઓડેદરા એમ કુલ ચાર આરોપી મળી આવતા તેઓની અટકાયત કરી ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જયારે પકડવાનો એક બાકી આરોપી કિશોર સાજણ ગુરગુટીયા મળી આવતા તેની પણ ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરાવ્યું હતું. આ ઉપરાંત આરોપી કિશોર સાજણ ગુરગુટીયા વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો જે ગુનામાં પણ આ આરોપીની અટકાયત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande