
જામનગર, 30 એપ્રિલ (હિ.સ.) : ચૂંટણીમાં સામાપક્ષનું કામ કર્યું હોવાની બાબતનો ખાર રાખી જામનગરના પવનચક્કીના ઢાળીયા પાસે રહેતા યુવાન અને તેના ભાઈ સહિતનાઓ સાથે ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપી હોવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે હાલ સિટી એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના પવન ચક્કીના ઢાળિયા નીચે નવી નાતની વાડીની સામે રહેતા મયંકભાઇ દિનેશભાઈ ફલિયા નામના 25 વર્ષીય વેપારી યુવાને પોતાની સાથે ચૂંટણીલક્ષી બાબતનો ખાર રાખી ઝપાઝપી અને ધમકી મામલે જામનગરના મોદીનો વાડો વિસ્તારમાં રહેતા રવિ ઉર્ફેફ રવિ ડોન મુકેશભાઈ મુંજાલ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ગત તા. 29 એપ્રિલના રોજ રાત્રે ના 11ઃ30 વાગ્યાના આસપાસ ફરિયાદી તથા તેમના ભાઈ મયુર, કેતન, રાજેશભાઈ, તુષારભાઈ નાખવા બધા પવનચક્કી નવી નાતની વાડી સામે ઘરની બહાર ઉભા હતા આ વેળાએ વાતચીત કરતા હતા ત્યારે રવિ ઉર્ફે રવિ ડોન નામનો આરોપી ત્યાં ઘસી આવ્યો હતો અને ફરિયાદી સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. ત્યારબાદ જાહેરમાં ભુંડી ગાળો બોલી વાણી વિલાસ કર્યો હતો.
આ દરમિયાન ફરિયાદીના ભાઈ કેતન વચ્ચે આવતા રવિ નામના આ શખ્સે તેની સાથે પણ બોલાચાલી કરી જપાજપી કરવા લાગ્યો હતો ત્યારબાદ આરોપી રવિના મિત્રો આવી જતા આ રવિ ત્યાંથી લઈ ગયા હતા અને રવિ જતા જતા ફરિયાદી તથા તેના ભાઈ કેતનને કહ્યું કે તમને બધાને જોઈ લઈશ અને તમને કોઈને જીવવા જેવા નહીં રહેવા દવ તમને બધાને મારી નાખીશ તેમ કહી ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં મામલો સિટી એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt