તીવ્ર ગરમી સામે રક્ષણ: ભાવનગર મહાનગરપાલિકાએ સફાઈ સારથીઓને કેપનું વિતરણ કર્યું
ભાવનગર, 30 એપ્રિલ (હિ.સ.)ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય નાગરિકો સાથે સાથે મેદાનમાં કાર્યરત કર્મચારીઓ માટે પણ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હીટવેવ એકશન પ્લાન
ભાવનગર


ભાવનગર, 30 એપ્રિલ (હિ.સ.)ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય નાગરિકો સાથે સાથે મેદાનમાં કાર્યરત કર્મચારીઓ માટે પણ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હીટવેવ એકશન પ્લાન અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના સફાઈ સારથીઓને તીવ્ર ગરમીથી બચાવ માટે કેપનું વિતરણ કરવામાં આવ્યું છે.

સફાઈ કર્મચારીઓ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ કાળઝાળ ગરમીમાં પણ પોતાના કાર્યને નિષ્ઠાપૂર્વક અંજામ આપે છે. આવા સમયે તેમને આરોગ્યલક્ષી સુરક્ષા પૂરી પાડવી અત્યંત જરૂરી બને છે. કેપનું વિતરણ તેમને તડકાની સીધી અસરથી બચાવવા માટે મદદરૂપ થશે અને તેમની કાર્યક્ષમતા જાળવવામાં સહાયક સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, હાલ સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે. શહેરને સ્વચ્છતા રેન્કિંગમાં શ્રેષ્ઠ સ્થાન અપાવવાના હેતુથી મહાનગરપાલિકા તેમજ સફાઈ મિત્રો સતત પ્રયત્નશીલ છે. દરરોજ વહેલી સવારે થી લઈને સાંજ સુધી તેઓ માર્ગો, ગલીઓ અને જાહેર સ્થળોની સફાઈ માટે સતત મહેનત કરે છે.

આવા સમયમાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આ પહેલ માત્ર કર્મચારીઓની સલામતી જ નહીં પરંતુ તેમની પ્રતિબદ્ધતાનો સન્માન પણ દર્શાવે છે. આ પ્રકારના પ્રયાસો કર્મચારીઓમાં ઉત્સાહ અને પ્રેરણા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

ભાવનગર મહાનગરપાલિકાની આ કામગીરી અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયક બની શકે છે, જેથી ગરમીના દિવસોમાં મેદાનમાં કાર્યરત કર્મચારીઓનું આરોગ્ય સુરક્ષિત રાખી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande