સોમનાથ સ્વાભિમાન પર્વ યાત્રાનો શુભારંભ, 1300 શ્રદ્ધાળુઓને લઈને દિલ્હીથી ટ્રેન રવાના થઈ
નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.) દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી ગુરુવારે સોમનાથ સ્વાભિમાન પર્વ યાત્રાનો શુભારંભ થયો. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ લીલી ઝંડી બતાવીને ટ્રેનને રવાના કરી.
પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ લીલી ઝંડી બતાવીને ટ્રેનને રવાના કરી


નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.) દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી ગુરુવારે સોમનાથ સ્વાભિમાન પર્વ યાત્રાનો શુભારંભ થયો. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ લીલી ઝંડી બતાવીને ટ્રેનને રવાના કરી. આ પ્રસંગે દિલ્હીના પર્યટન મંત્રી કપિલ મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેન રવાના થતા પહેલા સૌએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી તેમને યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું કે, આ યાત્રાનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક વારસા અને રાષ્ટ્રીય સ્વાભિમાનને કાળજયી સોમનાથ મંદિરની ગૌરવગાથાના માધ્યમથી પ્રસ્તુત કરવાનો છે. આપણી આસ્થામાં સદ્ભાવપૂર્ણ એકતાનો પ્રવાહ છે.

મુખ્યમંત્રી ગુપ્તાએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, દેવાધિદેવ મહાદેવની કૃપાથી આજે મને દિલ્હીના મારા ભાઈ-બહેનોને 'સોમનાથ સ્વાભિમાન પર્વ-સોમનાથ યાત્રા' પર મોકલવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને પ્રેરણાથી સહસ્ર વર્ષની અખંડ આસ્થા, પુનર્જાગરણ અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતીક સોમનાથનો આ વિશેષ પર્વ ઉજવવામાં આવી રહ્યો છે.

તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ ભારતની સાંસ્કૃતિક ચેતનાને જન-જન સાથે જોડવાનું જે મહાઅભિયાન ચલાવ્યું છે, આ યાત્રા તે જ દ્રષ્ટિનો સશક્ત વિસ્તાર છે, જે આપણને આપણા સનાતન મૂળ સાથે જોડીને ભવિષ્ય તરફ આગળ ધપાવે છે. આજે અહીંથી 1300 શ્રદ્ધાળુઓને લઈને જઈ રહેલી આ વિશેષ ટ્રેન શુક્રવારે સવારે સોમનાથ પહોંચશે. 1, 2 અને 3 મે ના રોજ તમામ શ્રદ્ધાળુઓ ભગવાન શિવના પાવન જ્યોતિર્લિંગના દર્શન કરશે અને આસપાસ આવેલા મુખ્ય મંદિરોમાં પણ દર્શનનો પુણ્ય લાભ પ્રાપ્ત કરશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓના રોકાણ, ભોજન, પીવાનું પાણી અને અન્ય આવશ્યક સુવિધાઓની યોગ્ય વ્યવસ્થા માટે ગુજરાત સરકારનો વિશેષ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. તેમણે આ ભવ્ય યાત્રાના સફળ આયોજન બદલ કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, રેલવે મંત્રાલય, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દિલ્હીના પર્યટન મંત્રી કપિલ મિશ્રાનો આભાર વ્યક્ત કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / ધીરેન્દ્ર યાદવ / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande