બાટવા દેવડીમાં શોર્ટ સર્કિટથી ઘાસચારો ભસ્મ, ખેડૂતને મોટું નુકસાન
અમરેલી, 30 એપ્રિલ (હિ.સ.) : વડીયા તાલુકાના બાટવા દેવડી ગામે એક ખેડૂતના ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ખેતરમાં રાખવામાં આવેલ પશુઓ માટેનો ઘાસચારો અચાનક શોર્ટ સર્કિટને કારણે આગની ઝપેટમાં આવી ગયો હતો. આગ એટલી ભયાનક હતી કે થોડા
બાટવા દેવડીમાં શોર્ટ સર્કિટથી ઘાસચારો ભસ્મ, ખેડૂતને મોટું નુકસાન


અમરેલી, 30 એપ્રિલ (હિ.સ.) : વડીયા તાલુકાના બાટવા દેવડી ગામે એક ખેડૂતના ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ખેતરમાં રાખવામાં આવેલ પશુઓ માટેનો ઘાસચારો અચાનક શોર્ટ સર્કિટને કારણે આગની ઝપેટમાં આવી ગયો હતો.

આગ એટલી ભયાનક હતી કે થોડા જ સમયમાં આખો ઘાસચારો બળીને રાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગામલોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હતું.

સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ ખેડૂતને આર્થિક રીતે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ઘાસચારો બળી જતાં પશુઓ માટે ચારોની તંગી ઊભી થઈ છે, જે ખેડૂત માટે ચિંતાજનક સ્થિતિ સર્જે છે.

આ ઘટના ખેડુતો માટે ચેતવણીરૂપ છે કે ખેતરમાં વિજળી સંબંધિત સાધનો અને વાયરિંગની નિયમિત ચકાસણી કરવી જરૂરી છે, જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande