સુભાષ ઘઈએ 'તાલ 2' અંગે માહિતી આપી
નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.) દિગ્દર્શક સુભાષ ઘઈની સુપરહિટ ફિલ્મ ''તાલ''ની સિક્વલને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે. સુભાષ ઘઈએ પુષ્ટિ કરી છે કે, તેઓ ''તાલ 2'' પર કામ કરી રહ્યા છે અને તેની સત્તાવાર જ
દિગ્દર્શક સુભાષ ઘઈ-ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.)

દિગ્દર્શક સુભાષ ઘઈની સુપરહિટ ફિલ્મ 'તાલ'ની સિક્વલને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે. સુભાષ ઘઈએ પુષ્ટિ કરી છે કે, તેઓ 'તાલ 2' પર કામ કરી રહ્યા છે અને તેની સત્તાવાર જાહેરાત ઓક્ટોબર સુધીમાં કરવામાં આવી શકે છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફિલ્મના ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે.

એક વાતચીત દરમિયાન સુભાષ ઘઈએ જણાવ્યું કે, 'તાલ 2' એક નવી સંગીતમય પ્રેમકથા હશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, અગાઉની ફિલ્મના કલાકારો ઐશ્વર્યા રાય, અક્ષય ખન્ના અને અનિલ કપૂર આ વખતે ફિલ્મનો હિસ્સો નહીં હોય. તેમના જણાવ્યા અનુસાર, વાર્તાને આજના નવા સમય મુજબ તૈયાર કરવામાં આવી રહી છે અને તેમાં મુખ્ય ભૂમિકાઓ માટે નવા ચહેરાઓને લેવામાં આવશે.

સુભાષ ઘઈએ એ પણ જણાવ્યું કે, તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી આ ફિલ્મની વાર્તા પર કામ કરી રહ્યા છે અને તેની દુનિયાને સંપૂર્ણપણે વિકસિત કરી ચૂક્યા છે. જોકે, તેમણે સંકેત આપ્યો કે આ વખતે તેઓ પોતે દિગ્દર્શન નહીં કરે, પરંતુ કોઈ જાણીતા દિગ્દર્શકને આ જવાબદારી સોંપવામાં આવશે. આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે ‘તાલ 2’ સિવાય તેઓ પોતાની ચર્ચિત ફિલ્મ ‘કર્મા’ના બીજા ભાગ પર પણ કામ કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande