ચાઈલ્ડ હેલ્પલાઇન દ્વારા બાળકીને મદદ મળી
પોરબંદર , 30 એપ્રિલ (હિ.સ.)પોરબંદર રેલવે સ્ટેશનથી એક બાળકી મળી આવેલ હતી જે પોરબંદર જિલ્લા ના પીપળી ગામના રહેવાસી હતી. ગભરાયેલ અને ડરેલી હાલતમાં જોવા મળી રેલવે પોલીસના પોલીસ વિભાગના કર્મચારી હરપાલ સિંહ દ્વારા 181 ને જાણ કરવામાં આવેલ ત્યારબાદ 181 સં
ચાઈલ્ડ હેલ્પલાઇન દ્વારા બાળકીની મદદે આવી.


પોરબંદર , 30 એપ્રિલ (હિ.સ.)પોરબંદર રેલવે સ્ટેશનથી એક બાળકી મળી આવેલ હતી જે પોરબંદર જિલ્લા ના પીપળી ગામના રહેવાસી હતી. ગભરાયેલ અને ડરેલી હાલતમાં જોવા મળી રેલવે પોલીસના પોલીસ વિભાગના કર્મચારી હરપાલ સિંહ દ્વારા 181 ને જાણ કરવામાં આવેલ ત્યારબાદ 181 સંપર્ક કરી અને બાળકીનો કબ્જો સંભાળિયો ત્યારબાદ ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 માં કોલ કરવામાં આવ્યો. અને 1098 ચાઇલ્ડ હેલ્પ લાઈન દ્વારા 181 મહિલા પોલીસ સ્ટેશન પર પહોંચી સગીરાનુ રેસક્યુ કરી અને બાળકીના હિતને ધ્યાને રાખીને દીકરીને cwc કમિટી સમક્ષ રજુ કરાવમાં આવી ત્યારબાદ બાળકીના સગા સબંધી એટલે કે મામા અને મામી નો સંપર્ક કરવી તેને બોલાવવામાં આવ્યા અને ત્યાર પછી 1098 ચાઈલ્ડ હેલ્પ લાઈન ના કાઉન્સેલર મોઢા માનસી દ્વારા મામા અને મામીને સમજાવવામાં કાઉન્સેલિંગ કરી અને યોગ્ય માહિતી આપી જેથી પરિવારે સહમતી દર્શાવી જેમાં દીકરીની ઉંમર 17 વર્ષની છે અને કિશોર ની ઉંમર 20 વર્ષની હોવાથી તે આ ઉંમરમાં લગ્ન ન કરી શકે અને જો લગ્ન કરશે તો કિશોર ને જેલ થશે ત્યારબાદ કિશોરી તરફથી સારો પ્રતિભાવ મળ્યો કે હું કિશોર સાથે લગ્ન નહીં કરી અને મારા મામા અને મામી સાથે ઘરે પરત ફરે છે 10 98 ચાઇલ્ડ હેલ્પ લાઇન(ટીમ) બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી કેતનભાઈ દાણી. તમામ સભ્ય 181 વિભાગના કર્મચારીઓ (rpf ) રેલવે પોલીસ પોરબંદર તમામ વિભાગના અધિકારી અને કર્મચારીઓના સહયોગ અન્વયે બાળકોના શ્રેઠહિતમાં સહભાગી બનેલા આતકે 1098 ચાઈલ્ડ હેલ્પલાઈન ના કર્મચારીઓ મોઢા માનસી કારાવદરા ભાવના બેન અને દુધરેજીયા વરુણ ભાઈ વગેરે સ્ટાફ હાજર રહ્યા હતા .

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande