દિલ્હીમાં દ્વારકાના ગોલ્ફ કોર્સ તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત
નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.). દિલ્હીના દ્વારકામાં આજે સવારે સેક્ટર-24 સ્થિત ગોલ્ફ કોર્સ પરિસરના તળાવમાં નહાવા ગયેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. એવી આશંકા છે કે બાળકો તળાવમાં ઊંડે સુધી જતા રહ્યા અને ડૂબી ગયા. ત્રણેયના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ
ફોટો-એઆઈ


નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.). દિલ્હીના દ્વારકામાં આજે સવારે સેક્ટર-24 સ્થિત ગોલ્ફ કોર્સ પરિસરના તળાવમાં નહાવા ગયેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. એવી આશંકા છે કે બાળકો તળાવમાં ઊંડે સુધી જતા રહ્યા અને ડૂબી ગયા. ત્રણેયના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. પોલીસ આસપાસના લોકોની મદદથી તેમની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 7:07 વાગ્યે સેક્ટર-23 દ્વારકા પોલીસ સ્ટેશનમાં પીસીઆર કોલ મળ્યો હતો કે સેક્ટર-24 ગોલ્ફ કોર્સના તળાવમાં 3 બાળકો ડૂબી ગયા છે. આ માહિતી મળતા જ પોલીસ સ્ટેશનના પ્રભારી ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડ અને અન્ય સંબંધિત એજન્સીઓને બોલાવવામાં આવી હતી. થોડી મહેનત બાદ ત્રણેય બાળકોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ત્રણેય બાળકોની ઉંમર લગભગ 8 થી 10 વર્ષની વચ્ચે છે. બાળકોના કપડાં તળાવના કિનારેથી મળી આવ્યા છે. એવી આશંકા છે કે, તેઓ નહાવાના ઈરાદે તળાવમાં ઉતર્યા હતા. પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં આ એક અકસ્માત જણાય છે. કોઈપણ પોલીસ સ્ટેશનમાં બાળકો ગુમ થયા હોવાની કોઈ ફરિયાદ નોંધાયેલી નથી. આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.

આ ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છે. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે, ખુલ્લા જળાશયો અને તળાવોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ટાળી શકાય. દ્વારકા જિલ્લા પોલીસ ડેપ્યુટી કમિશનર કુશલ પાલ સિંહના જણાવ્યા અનુસાર, મામલાની તપાસ ચાલુ છે અને બાળકોની ઓળખ થયા બાદ તેમના પરિવારજનોને જાણ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / કુમાર અશ્વિની / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande