વડીયા-બગસરા રોડ પર ટ્રેક્ટર અકસ્માત, કાબુ ગુમાવતા રોડ નીચે ખાબક્યું – ડ્રાઇવરનો ચમત્કારી બચાવ
અમરેલી, 30 એપ્રિલ (હિ.સ.) : વડીયા થી બગસરા જતાં માર્ગ પર અરજણ સુખના પાટિયા પાસે આજે એક ટ્રેક્ટર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, ટ્રેક્ટર ચાલક અચાનક વાહન ઉપરનો કાબુ ગુમાવી બેઠો હતો, જેના કારણે ટ્રેક્ટર રોડ પરથી નીચે ખાબકી ગયું હતું. અકસ્માત સ
વડીયા-બગસરા રોડ પર ટ્રેક્ટર અકસ્માત, કાબુ ગુમાવતા રોડ નીચે ખાબક્યું – ડ્રાઇવરનો ચમત્કારી બચાવ


અમરેલી, 30 એપ્રિલ (હિ.સ.) : વડીયા થી બગસરા જતાં માર્ગ પર અરજણ સુખના પાટિયા પાસે આજે એક ટ્રેક્ટર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, ટ્રેક્ટર ચાલક અચાનક વાહન ઉપરનો કાબુ ગુમાવી બેઠો હતો, જેના કારણે ટ્રેક્ટર રોડ પરથી નીચે ખાબકી ગયું હતું. અકસ્માત સર્જાતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા મદદરૂપ બન્યા હતા.

સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. ટ્રેક્ટર ડ્રાઇવરનો ચમત્કારી રીતે બચાવ થયો હતો અને તેને સામાન્ય ઇજાઓ સાથે સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રસ્તાની હાલત અને અચાનક વળાંક આ અકસ્માતનું એક કારણ બની શકે છે.

આ બનાવ બાદ થોડો સમય માટે માર્ગ ઉપર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો, પરંતુ સ્થાનિકોની સહાયથી વહેલી તકે વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. આ ઘટના વાહન ચાલકો માટે સાવચેતી રાખવાની ચેતવણીરૂપ બની છે, ખાસ કરીને ગ્રામ્ય માર્ગો પર જ્યાં અચાનક વળાંકો અને અસમાર રસ્તાઓ અકસ્માતનું કારણ બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande