
વારાણસી, નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.) જ્યોતિષ્પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આગામી 3 મેના રોજ ગોરખપુરથી 81 દિવસીય ગવિષ્ઠી ધર્મયુદ્ધ યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યાત્રા માટે તેઓ 2 મેના રોજ કાશીથી ગોરખપુર જવા રવાના થશે. આ માહિતી કેદારઘાટ સ્થિત શ્રી વિદ્યામઠના સંજય પાંડેએ ગુરુવારે આપી હતી.
તેમણે જણાવ્યું કે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ બુધવારે કાશી આવ્યા હતા અને ભક્તોને દર્શન તેમજ આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. તેઓ ગોરખપુર જતા પહેલા કાશીમાં જ રોકાણ કરશે. તેમણે જણાવ્યું કે, શંકરાચાર્ય આજે સાંજે શ્રીવિદ્યામઠમાં શ્રીગુરુકુલમ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગૌ પ્રહરી સ્પર્ધાના પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને વિજેતાઓને પુરસ્કૃત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીધર ત્રિપાઠી / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ