શહેરી પરિવહનને મળ્યો વેગ: નવસારી, વાપી અને પાલનપુરમાં 17 નવા બસ રૂટને મંજૂરી
વાપી , 30 એપ્રિલ (હિ.સ.) રાજ્યમાં શહેરી પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના’ અંતર્ગત નવસારી, વાપી અને પાલનપુરમાં કુલ 17 નવા બસ રૂટને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે નાયબ મ
પ્રતિકાત્મક તસ્વીર


વાપી , 30 એપ્રિલ (હિ.સ.) રાજ્યમાં શહેરી પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના’ અંતર્ગત નવસારી, વાપી અને પાલનપુરમાં કુલ 17 નવા બસ રૂટને મંજૂરી આપવામાં આવી છે.

આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે, આ પહેલનો મુખ્ય હેતુ નાગરિકોને વધુ સુવિધાજનક, સમયબદ્ધ અને સસ્તી મુસાફરીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો છે.

મંજૂરી મુજબ નવસારી શહેરમાં 7 નવા બસ રૂટ શરૂ થશે, જેનાથી શહેરના વિવિધ વિસ્તારો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે. ઔદ્યોગિક શહેર વાપીમાં 4 નવા રૂટને મંજૂરી મળતા રોજિંદી અવરજવર કરતા શ્રમિકો અને નોકરીયાત વર્ગને વિશેષ લાભ મળશે તેમજ ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટશે.

તે જ રીતે, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં 6 નવા બસ રૂટ શરૂ કરવાના નિર્ણયથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને સરળ અને સીધી પરિવહન સેવા મળશે. આ પગલાથી શહેરોમાં ટ્રાફિકનો બોજ ઓછો થવાની સાથે પર્યાવરણ પરનો દબાણ પણ ઘટાડાશે.

સરકાર દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ બસો શરૂ કરવાની દિશામાં પણ તૈયારીઓ ચાલી રહી છે, જેથી મુસાફરોને સલામત અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળી શકે. અંતરિયાળ વિસ્તારો સુધી બસ કનેક્ટિવિટી વધારવાના આ નિર્ણયને રાજ્યના શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande