વલસાડ એલ.સી.બી.નો મોટો પર્દાફાશ: 13.21 લાખના વિદેશી દારૂ સાથે આરોપી ઝડપાયો
વલસાડ, 30 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લામાં પ્રોહી પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત એલ.સી.બી. વલસાડની ટીમે પારડી તાલુકાના કિકરલા ગામ નજીક ગ્રીન સિટી વિસ્તારમાંથી મોટી માત્રામાં વિ
આરોપી


વલસાડ, 30 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લામાં પ્રોહી પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત એલ.સી.બી. વલસાડની ટીમે પારડી તાલુકાના કિકરલા ગામ નજીક ગ્રીન સિટી વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી અનુસાર, પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમ્યાન કાળા રંગની ટોયોટા અર્બન ક્રુજર હાય રાઇડર કાર (નં. GJ-15-CS-1859) અટકાવવામાં આવી હતી. તપાસ દરમ્યાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ – વ્હિસ્કી અને વોડકાની કુલ 648 બોટલો (185.040 લીટર) મળી આવી, જેની અંદાજિત કિંમત ₹3,16,800 છે. આ સાથે જ કાર (₹10 લાખ), એક મોબાઇલ ફોન (₹5,000) અને અન્ય સામાન મળી કુલ ₹13,21,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પકડાયેલ આરોપીની ઓળખ ફેનીલ ઉર્ફે ફેનીયો અમરતભાઈ કોળી પટેલ (ઉ.વ. 32, રહે. કલસર, તા. પારડી) તરીકે થઈ છે. જ્યારે આ કેસમાં જીગ્નેશ રતિલાલ પટેલ (રહે. કલસર, પારડી) વોન્ટેડ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જે કાર ઉપલબ્ધ કરાવનાર અને પાયલોટિંગ કરનાર હોવાનું સામે આવ્યું છે. આ મામલે એલ.સી.બી.ના અધિકારીઓ દ્વારા પારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande