
જામનગર, 30 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મહિલા રાજ આવશે જ્યારે જિલ્લાની ત્રણ તાલુકા પંચાયતના પ્રમુખ પદે પણ મહિલાઓ સત્તા ઉપર બિરાજશે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં મહિલા રાજ આવનાર હોય અત્યારથી જ પ્રમુખપદ માટે સોગઠાબાજીના પાસા ગોઠવવામાં આવી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તમામ તાલુકા જિલ્લા પંચાયતમાં પ્રથમ એકમ માટે પ્રમુખનું રોટેશન જાહેર કરાયું છે જેમાં 50% મહિલા અનામત અને 27% ઓબીસીના માપદંડ મુજબ રોટેશન જાહેર કરવામાં આવેલ છે. જેમાં જામનગર જિલ્લા પંચાયતમાં જનરલ મહિલા પ્રમુખ પદે આવશે .
રોટેશન મુજબ કાલાવડ તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે અ .જા.મહિલા માટે અનામત છે. તો જામનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે બક્ષીપંચ પુરુષ માટે અનામત છે.જ્યારે જામજોધપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે બક્ષી મેંહિલા માટે અનામત જાહેર કરેલ છે.તો જોડીયા તાલુકા પંચાયતના પ્રમુખ માટે ઓપન સ્ત્રી માટે અનામત જાહેર કરેલ છે.
જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ માટે બક્ષીપંચ પુરુષ માટે અનામત જાહેર કરેલ છે.જિલ્લાની બે તાલુકા પંચાયતમાં રોટેશન મુજબ જનરલ છે.જેમાં ધ્રોલ તાલુકા પંચાયતમાં પ્રમુખપદ જનરલ છે.આ સાથે લાલપુર તાલુકા પંચાયતના પ્રમુખ જનરલમાં કોઈપણ આવશે.
જામનગર જિલ્લા પંચાયતમાં અને મહિલા અનામત પ્રમુખ આ વખતે મહિલા રાજ જિલ્લા પંચાયતમાં આવશે એટલે કે આગામી અઢી વર્ષ માટે જામનગર જિલ્લા પંચાયત ના મહિલા પ્રમુખ કામ સંભાળશે.
જામનગર જિલ્લા પંચાયત સહિત 6 તાલુકા પંચાયત માં રોટેશન જાહેર કરવામાં આવેલ છે જામનગ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે મહિલા ની પસંદગી કરવા રાજકીય કવાયત હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા ચૂંટાયેલા સભ્યોના નામ ગેઝેટમાં નોંધાયા પછી સામાન્યસભા બોલવામાં આવશે.જેમાં રાજકીય પક્ષ દ્રારા પ્રમુખ પદ માટે મેનેડેડ આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt