પોરબંદર જિલ્લા પંચાયતમાં મહિલા રાજ
પોરબંદર, 30 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજયની ચુંટણીમા મનપાથી લઇ જીલ્લા પંચાયત સુધી ભાજપનો દબદબો રહ્યો છે. આ વખતે પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત હોવાથી પ્રમુખપદ માટે બે મહિલાના નામ ચર્ચામા. જોકે થોડા દિવસોમા ભાજપ દ્રારા સતાવાર રીતે નામ
પોરબંદર જિલ્લા પંચાયતમાં મહિલા રાજ


પોરબંદર, 30 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજયની ચુંટણીમા મનપાથી લઇ જીલ્લા પંચાયત સુધી ભાજપનો દબદબો રહ્યો છે. આ વખતે પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત હોવાથી પ્રમુખપદ માટે બે મહિલાના નામ ચર્ચામા. જોકે થોડા દિવસોમા ભાજપ દ્રારા સતાવાર રીતે નામ જાહેર કરવામા આવશે જે મહિલાનુ નામ જાહેર થશે તે જિલ્લા પંચાયતના ચોથા મહિલા પ્રમુખ બનશે પોરબંદર જીલ્લા પંચાયતની વાત કરીએ તો વર્ષ-1999મા જીલ્લા પંચયાત અસ્તિત્વમા આવી છે.

શરૂઆતથી લઇ અત્યાર સુધી ભાજપનુ શાશન રહ્યુ છે અન્ય કોઇ પક્ષનુ કયારેય સાશન આવ્યુ નથી આ વખતની જીલ્લા પંચયાતમા 22 બેઠક પૈકી બે બેઠકો બિનહરીફ થઈ હતી જયારે 20 બેઠકની ચુંટણીમા ભાજપનો વિજય થયો હતો આ વખતે પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત છે.ત્યારે બેથી ત્રણ મહિલાના નામ ચર્ચા છે. જોકે ભાજપ દ્રારા થોડા દિવસોમા પ્રમુખ તરીકે સત્તાવર રીતે મહિલાના નામ જાહેર કરવામા આવશે શિક્ષિત અને અનુભવી બે મહિલાના નામ હાલ ચાલી રહ્યા છે. 11 મહિલા ચુંટાય આવી છે તે પૈકી એક મહિલાની પસંદગી કરવામા આવશે પ્રમુખપદ માટે હાલ બે નામ રેસમા છે જોવાનુ એ રહ્યુ કે હાલ જે નામ ચાલી રહ્યા છે તે પૈકી કોની પસંદગી થાય છે અથવા તો ત્રીજો કોઈ નવો ચહેરો સામે આવે છે. હાલ તો જીલ્લા પંચાયતના મહિલા પ્રમુખના નામે લઈ ચર્ચાઓએ જોર પકડયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande