ક્લિનિકલ ટોક્સિકોલોજી ક્ષેત્રે સંશોધન માટે ઝાયડસ હોસ્પિટલે NFSU સાથે સમજૂતી કરાર કર્યા
- NFSUમાં છે, ભારતનું સૌપ્રથમ ''સેન્ટર ફોર ઇમરજન્સી ટોક્સિકોલોજી'' ગાંધીનગર, 30 એપ્રિલ (હિ.સ.) નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી(NFSU), ગાંધીનગર અને ઝાયડસ હોસ્પિટલે એક સમજૂતી કરાર (MoU) કર્યા હતા, જે ક્લિનિકલ ટોક્સિકોલોજી સેવાઓ અને આરોગ્યસ
ઝાયડસ હોસ્પિટલે NFSU સાથે સમજૂતી કરાર કર્યા


- NFSUમાં છે, ભારતનું સૌપ્રથમ 'સેન્ટર ફોર ઇમરજન્સી ટોક્સિકોલોજી'

ગાંધીનગર, 30 એપ્રિલ (હિ.સ.) નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી(NFSU), ગાંધીનગર અને ઝાયડસ હોસ્પિટલે એક સમજૂતી કરાર (MoU) કર્યા હતા, જે ક્લિનિકલ ટોક્સિકોલોજી સેવાઓ અને આરોગ્યસંભાળ સંશોધનને આગળ ધપાવવામાં સીમાચિહ્નરૂપ છે. 'પદ્મશ્રી'થી સન્માનિત, ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-NFSUના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારના ઝેરના નિદાન અને વિશ્લેષણ માટે અતિ વિશિષ્ટ એવા સેન્ટર ફોર ઇમરજન્સી ટોક્સિકોલોજી (CET)ની NFSUના ગાંધીનગર પરિસર ખાતે સ્થાપના કરવામાં આવી છે. CET એ ટોક્સિકોલોજિકલ સેવાઓ માટે સમર્પિત ભારતનું સૌપ્રથમ સેન્ટર છે.

NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે અને ઝાયડસ હોસ્પિટલના લીડ મેડિકલ સર્વિસીસના ડૉ. ચૈતસી મહેતા દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઝાયડસ હોસ્પિટલના ડૉ. જયેશ ત્રિવેદી અને સેન્ટર ફોર ઇમરજન્સી ટોક્સિકોલોજી(CET)ના વડા ડૉ. ભૂમિકા પટેલ હાજર રહ્યા હતા.

આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ક્લિનિકલ ટોક્સિકોલોજી સેવાઓને મજબૂત બનાવવા અને સહયોગી સંશોધન પહેલને પ્રોત્સાહન આપવાનો છે. આ કરાર NFSUને ઝાયડસ હોસ્પિટલને નિષ્ણાત સેવાઓ પૂરી પાડવા, આરોગ્ય સંભાળમાં પ્રગતિ અને ઝેરના કેસોના સંચાલનને આગળ વધારવા સક્ષમ બનાવશે. આ CET-નો મુખ્ય ઉદ્દેશ્ય ડોક્ટરો-હોસ્પિટલોને સંબંધિત ઝેરની ઓળખ અને વિશ્લેષણમાં મદદ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. આ કેન્દ્ર આ ક્ષેત્રમાં કાર્યરત્ વિવિધ હિસ્સેદારોને યોગ્ય તાલીમ આપશે અને શોધ-સંશોધનનું કાર્ય પણ હાથ ધરશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande