ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત દૂધી અને રીંગણનું મિત્ર પાક પદ્ધતિથી વાવેતર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે
ભાવનગર, 30 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે દિવસેને દિવસે પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે ખાસ કરીને ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો અલગ અલગ પ્રકારના શાકભાજી પાકો જે
ભાવનગર


ભાવનગર, 30 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે દિવસેને દિવસે પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે ખાસ કરીને ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો અલગ અલગ પ્રકારના શાકભાજી પાકો જે ટૂંકા સમય ગાળામાં ઓછી મહેનતે તૈયાર થતા હોય તેનું વાવેતર કરવા લાગ્યા છે જેસર પંથકના પણ અનેક ખેડૂતો દુધી, તુરીયા, કોબી, કાકડી જેવા પાકોનું વાવેતર કરી તેમાંથી સારું ઉત્પાદન મેળવતા થયા છે.

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર ગામે રહેતા ગોહિલ તખતસિંહ જેવો છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે પોતે દર વર્ષે અલગ અલગ શાકભાજી પાકોનું મિશ્ર પાક તરીકે વાવેતર કરે છે આ વર્ષે તેઓએ એક વીઘા જેટલી જમીનમાં પ્લોટ તૈયાર કરી તેમાં દૂધીનું વાવેતર કરેલું છે દૂધીની વચ્ચે રહેલ જગ્યામાં રીંગણનું વાવેતર કર્યું છે જેથી દુધીનો પાક પૂરો થતાની સાથે જ તેઓને રીંગણાનો પાક તૈયાર થઈ જતો હોય છે આ એક વીઘા જેટલી જમીનમાં તેઓ શાકભાજી પાકનું વાવેતર કરીને 80,000 કરતા પણ વધુનું ઉત્પાદન તેઓ મેળવી રહ્યા છે.

આ અંગે ગોહિલ તખતસિંહ મુળુભાએ જણાવ્યું કે હું છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પ્રકારના શાકભાજી પાકોનું વાવેતર કરો છું જેમાં ખાસ કરીને આ શાકભાજી પાકો જે ટૂંકા સમય ગાળામાં તૈયાર થઈ જતા હોય છે જેથી હું એક પાક પૂર્ણ થઈ ગયા બાદ બીજા પાકમાંથી પણ સારું ઉત્પાદન મેળવી શકું છું હાલ મેં દૂધીનું વાવેતર કરેલું છે. દુધીનો પાક પૂર્ણ થવાના આરે આવે ત્યાં સુધીમાં તેની વચ્ચે મિશ્ર પાક તરીકે મેં રીંગણનું વાવેતર કર્યું છે તે પાકમાંથી ઉત્પાદન આવવાની શરૂઆત થઈ જાય છે.

આવું મિશ્ર પાક કરવાથી અનેક ફાયદાઓ થતા હોય છે જેમ કે એક પાક પૂર્ણ થતા તેમાં યોગ્ય ઉત્પાદન મળ્યું ન હોય તો બીજા પાકમાંથી આપણને ઉત્પાદન મળવાની આશા રહે છે. અમારા ગામના અનેક ખેડૂતો તેમ જ આસપાસના અનેક વિસ્તારના ખેડૂતો શાકભાજી પાકો અને બાગાયતી પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે જેથી મેં પણ શાકભાજી પાકોનું વાવેતર કરવાનું શરૂ કર્યું છે અને અલગ અલગ શાકભાજી દર વર્ષે હું પ્લોટ તૈયાર કરી વાવેતર કરું છું.

હાલ આજે પ્લોટ દુધીનો તૈયાર કર્યો છે તેમાંથી 40,000 સુધીનું ઉત્પાદન મળી રહે છે તે અંદાજિત 60 થી 90 દિવસ ની આસપાસ પાક પૂરો થઈ જતો હોય છે અને ત્યારબાદ તેમાં રીંગણનું વાવેતર કર્યું છે તેનું ઉત્પાદન શરૂ થશે અને તેમાંથી પણ 40,000 ની આસપાસ અમને સરળતાથી ઉત્પાદન મળી રહેશે. તૈયાર થતા શાકભાજી પાકોનું સાવરકુંડલા, પાલીતાણા, તળાજા જેવા જુદા જુદા માર્કેટમાં કરી રહ્યો છું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande