
કોલકતા, નવી દિલ્હી, 8 એપ્રિલ (હિ.સ): મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, બુધવારે કોલકાતા સ્થિત રિયલ એસ્ટેટ કંપની મર્લિન ગ્રુપ અને તેના પ્રમોટરોના પરિસરમાં દરોડા પાડ્યા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કંપની અને તેના પ્રમોટરો, સુશીલ મોહતા અને સાકેત મોહતા સાથે જોડાયેલા લગભગ સાત સ્થળોએ મની લોન્ડરિંગ નિવારણ કાયદાની જોગવાઈઓ હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે, આ કાર્યવાહી અંગે કંપની તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી.
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, કંપની અને તેના પ્રમોટરો પર બનાવટી દસ્તાવેજો અને જમીન હડપ કરીને માલિકીની નકલી સાંકળ બનાવવાનો આરોપ છે.
ઈડી નો આરોપ છે કે, આરોપીઓએ કથિત રીતે જપ્ત કરેલી જમીનનો વ્યાપારી હેતુઓ માટે ઉપયોગ કરતી વખતે મોટા પાયે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા. વધુમાં, તેઓએ બનાવટી દસ્તાવેજોના આધારે કાયદેસર માલિકો તરીકે ઓળખ આપી હતી અને લોકોને તેમના પ્રોજેક્ટ્સમાં મોટી રકમનું રોકાણ કરવા માટે લલચાવ્યા હતા.
આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. રાજ્યમાં 23 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં મતદાન થવાનું છે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / ગંગા / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ