ખડગે અને ખેડા ના મુદ્દા પર યુથ કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ, ચિબ બોલ્યા- અમે ડરીશું નહીં.
નવી દિલ્હી, 8 એપ્રિલ (હિ.સ.). ભારતીય યુવા કોંગ્રેસના કાર્યકરોએ, બુધવારે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા દ્વારા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ અપમાનજનક ભાષાના ઉપયોગ અને પાર્ટીના મીડિયા વિભાગના વડા પવન ખેડા વિરુદ્ધ પોલીસ કાર્યવાહીનો વિ
ભારતીય યુવા કોંગ્રેસનું પ્રદર્શન


નવી દિલ્હી, 8 એપ્રિલ (હિ.સ.). ભારતીય યુવા કોંગ્રેસના કાર્યકરોએ, બુધવારે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા દ્વારા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ અપમાનજનક ભાષાના ઉપયોગ અને પાર્ટીના મીડિયા વિભાગના વડા પવન ખેડા વિરુદ્ધ પોલીસ કાર્યવાહીનો વિરોધ કર્યો. વિરોધ પ્રદર્શન દરમિયાન, પાર્ટીના કાર્યકરોએ ભાજપને દલિત વિરોધી ગણાવ્યો.

આજે જંતર મંતર ખાતેના વિરોધ પ્રદર્શનમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબ અને અન્ય ઘણા કાર્યકરો હાજર હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને પોસ્ટરો હાથમાં રાખ્યા. વિરોધ પ્રદર્શન દરમિયાન, ઉદય ભાનુ ચિબે હિમંત બિસ્વ સરમા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, પવન ખેડાએ હિમંત બિસ્વ સરમાના ભ્રષ્ટાચારને લોકો સમક્ષ રજૂ કર્યો. તેથી જ ભાજપ તેમની ધરપકડ કરવા માટે ખેડાના ઘરે પોલીસ મોકલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 5 એપ્રિલના રોજ પવન ખેડાએ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાની પત્ની રિંકી ભૂયાન સરમા પર ચૂંટણી પંચને જાણ કર્યા વિના સંયુક્ત આરબ અમીરાત, એન્ટિગુઆ-બાર્બુડા અને ઇજિપ્તમાં વર્તમાન પાસપોર્ટ અને દુબઈ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં હજારો કરોડની સંપત્તિ રાખવાનો આરોપ લગાવ્યો હતો.

મુખ્યમંત્રીની પત્નીએ તેમના આરોપોના આધારે એફઆઈઆર નોંધાવી હતી. ત્યારબાદ, આસામ પોલીસે ખેડાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા, તેમની શોધખોળ કરી હતી. જોકે, ખેડા મળી આવ્યા ન હતા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande