'એનટીઆર નીલ' ને લગતી અફવાઓનો નિર્માતાઓએ અંત લાવ્યો, શેડ્યૂલમાં કોઈ ફેરફાર નહીં
નવી દિલ્હી, 09 એપ્રિલ (હિ.સ.) જુનિયર એનટીઆર અને પ્રશાંત નીલની ખૂબ જ રાહ જોવાતી ફિલ્મ ''એનટીઆર નીલ'' ના નિર્માતાઓએ આખરે તેની આસપાસની અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે. તાજેતરમાં, ફિલ્મના લુક અને શૂટિંગ શેડ્યૂલમાં ફેરફારના અહેવાલો સામે આવ્યા હતા, પરં
જુનિયર એનટીઆર અને પ્રશાંત નીલ


નવી દિલ્હી, 09 એપ્રિલ (હિ.સ.) જુનિયર એનટીઆર અને પ્રશાંત નીલની ખૂબ જ રાહ જોવાતી ફિલ્મ 'એનટીઆર નીલ' ના નિર્માતાઓએ આખરે તેની આસપાસની અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે. તાજેતરમાં, ફિલ્મના લુક અને શૂટિંગ શેડ્યૂલમાં ફેરફારના અહેવાલો સામે આવ્યા હતા, પરંતુ નિર્માતાઓએ તેનો સંપૂર્ણપણે ઇનકાર કર્યો છે.

નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી કે, ફિલ્મના શેડ્યૂલ અથવા લુકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે તૈયારીઓ યોજના મુજબ સરળતાથી ચાલી રહી છે અને આ ફક્ત એક નિયમિત વિરામ છે. તેમણે દર્શકોને અપ્રમાણિત અહેવાલો પર વિશ્વાસ ન કરવા અને સત્તાવાર અપડેટ્સની રાહ જોવા વિનંતી કરી.

'એનટીઆર નીલ' ને પ્રશાંત નીલનો અત્યાર સુધીનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવે છે. કેજીએફ અને સલાર જેવી બ્લોકબસ્ટર ફિલ્મો પછી, દિગ્દર્શક ફરી એકવાર મોટા પાયે, એક્શનથી ભરપૂર સિનેમેટિક અનુભવ આપવાની તૈયારી કરી રહ્યા છે.

જુનિયર એનટીઆર અને પ્રશાંત નીલ વચ્ચે આ પહેલો સહયોગ છે, જેણે દર્શકોમાં ભારે ઉત્સાહ પેદા કર્યો છે. 'એનટીઆર નીલી' ને એક ભવ્ય અખિલ ભારતીય ફિલ્મ તરીકે બિલિંગ કરવામાં આવી રહી છે, જે બોક્સ ઓફિસ પર મોટા રેકોર્ડ તોડશે તેવી અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande