નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહે 15 દિવસમાં એક મંત્રીને બરતરફ કર્યા
કાઠમંડુ, નવી દિલ્હી, 9 એપ્રિલ (હિ.સ.): નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહે, તેમના કાર્યકાળના માત્ર પંદર દિવસમાં જ એક મંત્રીને તેમના પદ પરથી દૂર કર્યા છે. ખરેખર, શ્રમ, રોજગાર અને સામાજિક સુરક્ષા મંત્રી દીપક કુમાર શાહે, તેમની પત્ની જુનુ શ્રેષ્ઠને આર
નેપાળના શ્રમ, રોજગાર અને સામાજિક સુરક્ષા મંત્રી દીપક કુમાર શાહ


કાઠમંડુ, નવી દિલ્હી, 9 એપ્રિલ (હિ.સ.): નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહે, તેમના કાર્યકાળના માત્ર પંદર દિવસમાં જ એક મંત્રીને તેમના પદ પરથી દૂર કર્યા છે.

ખરેખર, શ્રમ, રોજગાર અને સામાજિક સુરક્ષા મંત્રી દીપક કુમાર શાહે, તેમની પત્ની જુનુ શ્રેષ્ઠને આરોગ્ય વીમા બોર્ડના સભ્ય તરીકે ફરીથી નિયુક્ત કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લીધો હતો. વધુમાં, તેમની પૃષ્ઠભૂમિ વિવાદાસ્પદ રહી છે.

આ પછી, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસવીપી) ના અધ્યક્ષ રવિ લામિછાનેએ પ્રધાનમંત્રીને પત્ર લખીને મંત્રી શાહ પર તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી, પ્રધાનમંત્રી શાહે આજે તેમને તેમના પદ પરથી દૂર કર્યા. શાહને માત્ર 13 દિવસ પહેલા જ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આરએસવીપી ના વડા લામિછાનેએ, આરોગ્ય અને વસ્તી મંત્રી નિશા મહેતાને આ મામલે જરૂરી પગલાં ન લેવા બદલ ચેતવણી આપવાની ભલામણ પણ કરી છે. આ ભલામણના આધારે, પ્રધાનમંત્રી શાહે મંત્રી મહેતાને ચેતવણી પણ આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande