પ્રધાનમંત્રી મોદીએ, આંતરિક જ્ઞાનને રાષ્ટ્રીય પ્રગતિનો પાયો ગણાવ્યું
નવી દિલ્હી, 9 એપ્રિલ (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુરુવારે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં આંતરિક જ્ઞાનના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો. તેમણે કહ્યું કે, ભારતનો સમૃદ્ધ વારસો અને સંસ્કૃતિ હંમેશા શીખવે છે કે સાચું જ્ઞાન અને તેનો યોગ્ય
પ્રધાનમંત્રી મોદી


નવી દિલ્હી, 9 એપ્રિલ (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુરુવારે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં આંતરિક જ્ઞાનના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો. તેમણે કહ્યું કે, ભારતનો સમૃદ્ધ વારસો અને સંસ્કૃતિ હંમેશા શીખવે છે કે સાચું જ્ઞાન અને તેનો યોગ્ય ઉપયોગ રાષ્ટ્રની પ્રગતિનો પાયો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરના તેમના સંદેશમાં પ્રધાનમંત્રીએ લખ્યું કે, આ માર્ગ પર ચાલીને, દેશના યુવાનો સમૃદ્ધ અને મજબૂત ભારત બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

તેમણે સંસ્કૃતમાં આ સુભાષિત શેર કર્યું :

“अन्तःस्थमेव यज्ज्ञानं ज्ञानादपि च यत्परम्।तदेव सर्वसंसारसारं सद्भिरुपास्यते॥”

તેનો અર્થ સમજાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણી અંદર રહેલું જ્ઞાન, જે સામાન્ય કે બાહ્ય જ્ઞાન કરતાં શ્રેષ્ઠ છે, તે સમગ્ર બ્રહ્માંડનું સાચું સાર છે. તેમણે ભાર મૂક્યો કે મહાન અને વિદ્વાન લોકો આ આંતરિક જ્ઞાનને સર્વોચ્ચ માને છે અને તેની પૂજા કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશના યુવાનો આ મૂલ્ય-આધારિત વિચારસરણી અપનાવીને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande