કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર મોંઘો થયો, દિલ્હીમાં 3,071.50 રૂપિયામાં મળશે
નવી દિલ્હી, 01 મે (હિ.સ.). દેશની સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) એ, એલપીજી સિલિન્ડરની કિંમતમાં જંગી વધારો કરવાની જાહેરાત કરી છે. જોકે આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડર એટલે કે 19 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરમાં જ કરવામાં આવ્યો છે. આજે સવારથી કોમ
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 01 મે (હિ.સ.). દેશની સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) એ, એલપીજી સિલિન્ડરની કિંમતમાં જંગી વધારો કરવાની જાહેરાત કરી છે. જોકે આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડર એટલે કે 19 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરમાં જ કરવામાં આવ્યો છે. આજે સવારથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આશરે એક હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે, આજના વધારામાંથી 14.2 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરને બાકાત રાખવામાં આવ્યું છે. હવે કોમર્શિયલ સિલિન્ડર દેશની રાજધાની દિલ્હીમાં 993 રૂપિયા, મુંબઈમાં 993 રૂપિયા, ચેન્નાઈમાં 990.50 રૂપિયા અને કોલકતામાં 994 રૂપિયા મોંઘો થયો છે.

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી) મુજબ, આજે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવેલા વધારા બાદ દિલ્હીમાં હવે 19 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત 2,078.50 રૂપિયાથી વધીને 3,071.50 રૂપિયા થઈ ગઈ છે. એવી જ રીતે કોલકતામાં તેની કિંમત 2,208 રૂપિયાથી વધીને હવે 3,202 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડર 2,031 રૂપિયાને બદલે 3,024 રૂપિયામાં મળશે, જ્યારે ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2,246.50 રૂપિયાથી વધારીને 3,237 રૂપિયા કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય વ્યાવસાયિક સંસ્થાઓમાં વપરાતા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં છેલ્લા પાંચ મહિનામાં છઠ્ઠી વખત વધારો થયો છે. આ અગાઉ 01 એપ્રિલના રોજ તે 218 રૂપિયા સુધી મોંઘો થયો હતો. વળી માર્ચમાં તેની કિંમતમાં બે વખત વધારો કરવામાં આવ્યો હતો. 01 માર્ચના રોજ તેની કિંમતમાં 28 રૂપિયા સુધીનો વધારો થયો હતો, જ્યારે 07 માર્ચના રોજ તે 114.5 રૂપિયા મોંઘો થયો હતો. આવી જ રીતે ફેબ્રુઆરીમાં તેના ભાવમાં 49 રૂપિયા અને જાન્યુઆરીમાં 111 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ડિસેમ્બર 2025માં 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

રાહતની વાત એ છે કે, ઘરના રસોડામાં વપરાતા 14.2 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં 07 માર્ચ 2026 ના રોજ 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આઈઓસી મુજબ, સબસિડી વગરના 14.2 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત હાલમાં દિલ્હીમાં 913 રૂપિયા છે. મુંબઈમાં તેની કિંમત 912.50 રૂપિયા, કોલકતામાં 939 રૂપિયા અને ચેન્નાઈમાં 928.50 રૂપિયા છે.

ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કાળાબજારી રોકવા માટે આજથી જ ગેસ સિલિન્ડરની ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ સિસ્ટમને વધુ કડક બનાવવામાં આવી છે. હવે ગ્રાહકને સિલિન્ડરની ડિલિવરી ત્યારે જ કરવામાં આવશે, જ્યારે તે તેના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી (ઓટીપી) ને બતાવશે. ઓટીપી બતાવ્યા વગર ગેસ સિલિન્ડરની ડિલિવરી આપવામાં આવશે નહીં. એવું કહેવામાં આવ્યું છે કે, જો કોઈ ગ્રાહકનો મોબાઈલ નંબર ગેસ એજન્સી પાસે અપડેટ ન હોય, તો તે ગેસ ડિલિવરી એપ દ્વારા રિયલ ટાઈમમાં પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande