શેરબજારમાં આજે મહારાષ્ટ્ર દિવસની રજા, એમસીએક્સમાં સાંજના સત્રમાં વેપાર થશે
નવી દિલ્હી, 01 મે (હિ.સ.). મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે ઘરેલું શેરબજારમાં આજે રજા છે. આ રજાને કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) માં આજે કોઈ કામકાજ થશે નહીં. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જની જેમ જ મ
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 01 મે (હિ.સ.). મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે ઘરેલું શેરબજારમાં આજે રજા છે. આ રજાને કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) માં આજે કોઈ કામકાજ થશે નહીં. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જની જેમ જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) માં પણ મહારાષ્ટ્ર દિવસની રજા હોવાને કારણે દિવસના પ્રથમ સત્રમાં એટલે કે સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કામકાજ થશે નહીં. જોકે, એમસીએક્સમાં સાંજે પાંચ વાગ્યાથી રાત્રે 11:30 તથા 11:55 વાગ્યા સુધી બીજા સત્રમાં સામાન્ય વેપાર થશે.

સ્ટોક એક્સચેન્જ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્ર દિવસની રજા હોવાને કારણે બીએસઈમાં ઇક્વિટી સેગમેન્ટ, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ, કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ્સ, ન્યૂ ડેટ સેગમેન્ટ- રિપોર્ટિંગ, સેટલમેન્ટ એન્ડ ટ્રેડિંગ પ્લેટફોર્મ (એનડીએસ-આરએસટી), ટ્રાય પાર્ટી રેપો, ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટસ (ઈજીઆર), કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ તમામ માટે ટ્રેડિંગ રજા રહેશે.

એવી જ રીતે એનએસઈમાં પણ મહારાષ્ટ્ર દિવસની રજા હોવાને કારણે ઇક્વિટીઝ, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કોર્પોરેટ બોન્ડ્સ, ન્યૂ ડેટ સેગમેન્ટ્સ, નેગોશિયેટેડ ટ્રેડ રિપોર્ટિંગ પ્લેટફોર્મ, મ્યુચ્યુઅલ ફંડ્સ, સિક્યુરિટી લેન્ડિંગ એન્ડ બોરોઇંગ સ્કીમ્સ, કરન્સી ડેરિવેટિવ્ઝ, કોમોડિટી ડેરિવેટિવ્ઝ અને ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ તમામ સેગમેન્ટ્સમાં રજા રહેશે. આમાં આ દિવસે કોઈ કામકાજ થશે નહીં.

શેરબજારના હોલિડે કેલેન્ડર મુજબ મે મહિનામાં આજ પછી 28 મેના રોજ પણ રજા રહેશે. 28 મેના રોજ બકરી ઈદના કારણે શેરબજાર બંધ રહેશે. આ હોલિડે કેલેન્ડર મુજબ મે પછી જૂન મહિનામાં માત્ર એક દિવસ 26 જૂને મોહરર્મના કારણે શેરબજારમાં વેપાર થશે નહીં. ત્યારબાદ જુલાઈ અને ઓગસ્ટમાં શેરબજારમાં સાપ્તાહિક રજાઓ સિવાય બીજી કોઈ રજા રહેશે નહીં. સપ્ટેમ્બર મહિનામાં 14 તારીખે ગણેશ ચતુર્થીની રજા રહેશે.

ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં બે તારીખે મહાત્મા ગાંધી જયંતિના કારણે શેરબજારમાં કોઈ વેપાર થશે નહીં. આ જ મહિનામાં 20 તારીખે શેરબજારમાં દશેરાની રજા રહેશે, જ્યારે 10 નવેમ્બરે બલિ પ્રતિપદાના કારણે શેરબજારમાં રજા રહેશે. નવેમ્બર મહિનામાં 24 તારીખે શ્રી ગુરુ નાનક દેવ ગુરુ પર્વની રજા રહેશે. એ જ રીતે વર્ષના અંતિમ મહિના ડિસેમ્બરમાં 25 તારીખે ક્રિસમસની રજા રહેશે.

આ વર્ષે સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ શનિવારના દિવસે છે. એવી જ રીતે દિવાળી આઠ નવેમ્બરે રવિવારના દિવસે હશે. શનિવાર અને રવિવાર હોવાને કારણે આ બંને દિવસોને શેરબજારના હોલિડે કેલેન્ડરમાં સામેલ કરવામાં આવ્યા નથી. દિવાળીના દિવસે રવિવાર હોવા છતાં શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ થશે. જોકે, મુહૂર્ત ટ્રેડિંગનો સમય પછીથી જાહેર કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande