
કાઠમંડુ, 26 મે (હિ.સ.). નેપાળની સર્વોચ્ચ અદાલતે (સુપ્રીમ કોર્ટે) સોમવારે ભૂતપૂર્વ વડાપ્રધાન શેર બહાદુર દેઉબા અને તેમના પત્ની ડો. આરઝુ રાણા દેઉબાની ધરપકડના આદેશ પર વચગાળાની રોક લગાવી દીધી છે. ન્યાયમૂર્તિ મહેશ શર્મા પૌડેલ અને ન્યાયમૂર્તિ નિત્યાનંદ પાંડેની સંયુક્ત પીઠે, સરકારના ધરપકડ વોરંટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા આ આદેશ જાહેર કર્યો છે.
દેઉબા દંપતી હાલમાં હોંગકોંગમાં છે. આ પહેલાં ઇન્ટરપોલે પણ કથિત રીતે આ મામલામાં સરકારની વિનંતી પર કાર્યવાહી કરવાનો ઇનકાર કરી દીધો હતો. 19 મેના રોજ ન્યાયાધીશ મેઘરાજ પોખરેલની પીઠે, આ જ મામલામાં કારણ દર્શક આદેશ જાહેર કરતા સરકારને 15 દિવસની અંદર લેખિત જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મની લોન્ડરિંગ વિભાગે, કાઠમંડુ જિલ્લા અદાલત પાસેથી દેઉબાની ધરપકડ કરવાની મંજૂરી મેળવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ