અમરેલી તાલુકા પંચાયતના બાંધકામ વિભાગ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ, ભાજપ સદસ્યાએ આંદોલનની ચીમકી આપી
અમરેલી,27 મે (હિ.સ.) અમરેલી તાલુકા પંચાયતના બાંધકામ વિભાગ સામે ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિના ગંભીર આક્ષેપો ઉઠતા રાજકીય માહોલ ગરમાયો છે. દેવભૂમિ દેવળીયા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ તેમજ અમરેલી તાલુકા પંચાયતના ભાજપ સદસ્યા ભાવના નાથાલાલ સુખડિયાએ ત
અમરેલી તાલુકા પંચાયતના બાંધકામ વિભાગ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ, ભાજપ સદસ્યાએ આંદોલનની ચીમકી આપી


અમરેલી,27 મે (હિ.સ.) અમરેલી તાલુકા પંચાયતના બાંધકામ વિભાગ સામે ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિના ગંભીર આક્ષેપો ઉઠતા રાજકીય માહોલ ગરમાયો છે. દેવભૂમિ દેવળીયા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ તેમજ અમરેલી તાલુકા પંચાયતના ભાજપ સદસ્યા ભાવના નાથાલાલ સુખડિયાએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી વિભાગની કામગીરી અંગે ગંભીર રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે છેલ્લા ત્રણ મહિનાથી ગ્રામ પંચાયતોના વિકાસ કામોના બિલોની પ્રક્રિયા ઇરાદાપૂર્વક અટકાવવામાં આવી રહી છે, જેના કારણે ગામડાંઓમાં ચાલી રહેલા વિકાસકાર્યો પર સીધી અસર પડી રહી છે. ઉપરાંત બાંધકામ વિભાગની અનેક મહત્વપૂર્ણ ફાઈલો ગુમ કરાઈ હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિથી સરપંચો અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓમાં ભારે રોષ ફેલાયો હોવાનું જણાવાયું છે.

ભાવનાબેને પત્રમાં જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સાથે જ યોગ્ય સમયમર્યાદામાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ભાજપના કાર્યકરો અને ગ્રામજનો સાથે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આક્ષેપોને લઈને તાલુકા પંચાયતના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande