અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ, રૂ. 20.50 કરોડના 641 વિકાસકામોને મંજૂરી
અમરેલી, 27 મે (હિ.સ.) : અમરેલી જિલ્લા આયોજન મંડળની વર્ષ 2026-27 માટેની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને કામોને બહાલી આપવામાં આવી હતી. જિલ્લા આયોજન વિકેન્દ્રિત યોજના અંતર્ગત 15 ટકા વ
અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ, રૂ. 20.50 કરોડના 641 વિકાસકામોને મંજૂરી


અમરેલી, 27 મે (હિ.સ.) : અમરેલી જિલ્લા આયોજન મંડળની વર્ષ 2026-27 માટેની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને કામોને બહાલી આપવામાં આવી હતી. જિલ્લા આયોજન વિકેન્દ્રિત યોજના અંતર્ગત 15 ટકા વિવેકાધીન તાલુકા કક્ષા તેમજ નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ હેઠળ અંદાજે રૂ. 20.50 કરોડના કુલ 641 વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી.

બેઠક દરમિયાન માર્ગ-મકાન, પીવાના પાણી, સ્વચ્છતા, સ્ટ્રીટલાઈટ, શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ વિકાસ સહિતના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ તાલુકાઓ અને નગરપાલિકાઓમાંથી પ્રાપ્ત થયેલા પ્રસ્તાવોનું મૂલ્યાંકન કરી પ્રાથમિકતાના આધારે વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિકાસકામોથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ વધુ મજબૂત બનશે અને લોકોને સીધો લાભ મળશે. બેઠકમાં જિલ્લાના વિકાસને ગતિ આપવા માટે સમયમર્યાદામાં ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જિલ્લા આયોજન મંડળ દ્વારા મંજૂર થયેલા વિકાસકામોથી અમરેલી જિલ્લાના વિકાસને નવી દિશા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande