દિલ્હીમાં અમરેલીની ભાવના ગોંડલીયાને “સહકારિતા બંધુ એવોર્ડ”થી સન્માનિત
અમરેલી,27 મે (હિ.સ.) ભારત મંડપમ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણી અને નારીરત્ન ભાવના ગોંડલીયાને પ્રતિષ્ઠિત “સહકારિતા બંધુ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. દેશની અગ્રણી સહકારી સંસ્થા ઇફકોના બોર્ડ દ્વારા સહકાર
દિલ્હીમાં અમરેલીની ભાવનાબેન ગોંડલીયાને “સહકારિતા બંધુ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા


અમરેલી,27 મે (હિ.સ.) ભારત મંડપમ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણી અને નારીરત્ન ભાવના ગોંડલીયાને પ્રતિષ્ઠિત “સહકારિતા બંધુ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. દેશની અગ્રણી સહકારી સંસ્થા ઇફકોના બોર્ડ દ્વારા સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી સહિત રાષ્ટ્રીય સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. સાથે જ તેમને રૂ. 11 લાખની ઘનરાશિ અર્પણ કરવામાં આવી હતી.

ભાવના ગોંડલીયાએ વર્ષ 2012થી સહકારીતા ક્ષેત્રે સતત અને બેનમૂન સેવાઓ આપી છે. મહિલા સશક્તિકરણ, ગ્રામ વિકાસ અને ખેડૂતોના સર્વાંગી ઉત્થાન માટે તેમના દ્વારા કરવામાં આવેલી વિવિધ સહકારી પ્રવૃત્તિઓની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી હતી. “નારી તું નારાયણી”ના સૂત્રને સાકાર કરતી તેમની કામગીરી આજે સમગ્ર અમરેલી જિલ્લાના ગૌરવરૂપ બની છે.

તેમના વિઝનરી માર્ગદર્શન હેઠળ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો, સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવાના ઉપક્રમો અને ખેડૂતોને વિકાસના માર્ગે આગળ વધારવા માટે કરાયેલા કાર્યોને વિશેષ પ્રશંસા મળી રહી છે. આ સન્માન મળતા અમરેલી જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વિવિધ સામાજિક તેમજ સહકારી આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

 rajesh pande