
સેલવાસ, 27 મે (હિ.સ.) : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સેલવાસા સ્થિત ભાજપ કાર્યાલય ‘અટલ ભવન’ ખાતે મહત્વપૂર્ણ કાર્યકારી બેઠક યોજાઈ હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ મહેશભાઈ આગરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં પ્રદેશ ભાજપ મહામંત્રી સુનિલ પાટીલ, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત પ્રમુખ નિશાબેન ભવર, સેલવાસા નગરપાલિકા પ્રમુખ સોમનાથ દેવરે, તમામ જિલ્લા ભાજપ પ્રમુખો, રાજ્ય પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ તેમજ વિવિધ મોરચા અને સેલના પદાધિકારીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યકારી બેઠક દરમિયાન સંગઠનાત્મક પ્રવૃત્તિઓ, આગામી પક્ષીય કાર્યક્રમો અને રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી પ્રાપ્ત માર્ગદર્શિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વિવિધ અભિયાનો અને કાર્યક્રમોને લઈ કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દમણની પ્રસ્તાવિત મુલાકાતને લઈને પણ વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકરોને જવાબદારીઓ સોંપવા સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠકમાં કાર્યકરોને વધુમાં વધુ જનસમર્થન એકત્રિત કરી કાર્યક્રમને ભવ્ય સફળ બનાવવાના આહ્વાન સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha