પોરબંદર મહાનગરપાલિકાના દ્વારા દિવસ-રાત્રી દરમિયાન સ્ટ્રીટલાઈટ રીપેરીંગની વ્યાપક કામગીરી.
પોરબંદર, 27 મે (હિ.સ.)પોરબંદર શહેરમાં નાગરિકોને સુરક્ષિત, પ્રકાશમય અને સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ રહે તે માટે મહાનગરપાલિકાના ઇલેક્ટ્રીક વિભાગ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ના માર્ગદર્શન અને સૂચના અનુસાર
પોરબંદર મહાનગરપાલિકાના દ્વારા દિવસ-રાત્રી દરમિયાન સ્ટ્રીટલાઈટ રીપેરીંગની વ્યાપક કામગીરી.


પોરબંદર મહાનગરપાલિકાના દ્વારા દિવસ-રાત્રી દરમિયાન સ્ટ્રીટલાઈટ રીપેરીંગની વ્યાપક કામગીરી.


પોરબંદર મહાનગરપાલિકાના દ્વારા દિવસ-રાત્રી દરમિયાન સ્ટ્રીટલાઈટ રીપેરીંગની વ્યાપક કામગીરી.


પોરબંદર, 27 મે (હિ.સ.)પોરબંદર શહેરમાં નાગરિકોને સુરક્ષિત, પ્રકાશમય અને સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ રહે તે માટે મહાનગરપાલિકાના ઇલેક્ટ્રીક વિભાગ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ના માર્ગદર્શન અને સૂચના અનુસાર ઇલેક્ટ્રીક વિભાગ દ્વારા દિવસ તથા રાત્રિ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ રીપેરીંગની વિશેષ કામગીરી કરવામાં આવી હતી. સવારે 10:00 કલાકથી સાંજે 7:00 કલાક સુધી ચાલેલી આ કામગીરી અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખામીયુક્ત, બંધ અથવા અપૂરતા પ્રકાશ આપતી સ્ટ્રીટલાઈટોની તપાસ કરી તેને તાત્કાલિક રીપેર કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન ઇલેક્ટ્રીક વિભાગની ટીમોએ સ્થળ પર જઈ ટેક્નિકલ ચકાસણી કરી જરૂરી મેન્ટેનન્સ, વાયરિંગ, ચોક, ડ્રાઈવર તથા અન્ય સાધનો બદલવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી હેઠળ છાયા વિસ્તાર, રાંઘાવાવ સિતારામનગર, સાંદિપની સોસાયટી વિસ્તાર, ઈન્દીરાનગર વિસ્તાર, કમલાબાગ છાયા રણ વિસ્તાર, કડીયા પ્લોટ-મીલપરા વિસ્તાર, ખારવાવાડ વિસ્તાર, વાઘેશ્વરી પ્લોટ, અવિનાશ સોસાયટી, મ્યુનિસિપલ કોલોની વિસ્તાર તેમજ ખાપટ વિસ્તાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં કુલ 127 સ્ટ્રીટલાઈટો સફળતાપૂર્વક રીપેર કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની આ કામગીરીથી રાત્રિના સમયે માર્ગો પર પ્રકાશ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનતા નાગરિકોની અવરજવર સરળ અને સુરક્ષિત બનશે. ખાસ કરીને રહેણાંક વિસ્તારો, આંતરિક રસ્તાઓ અને જાહેર માર્ગો પર પૂરતો પ્રકાશ મળતા અકસ્માત અને અસામાજિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થવામાં મદદ મળશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્ટ્રીટલાઈટ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત રહે તે માટે આગામી દિવસોમાં પણ નિયમિત મોનીટરીંગ અને મેઈન્ટેનન્સ કામગીરી ચાલુ રાખવામાં આવશે. નાગરિકોને સ્ટ્રીટલાઈટ સંબંધિત કોઈપણ સમસ્યા જણાય તો મહાનગરપાલિકાના સંબંધિત વિભાગને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande