પોરબંદરના મહીયારી ગામે જુગાર રમી રહેલ પાંચ શખ્સો ઝડપાયા
પોરબંદર, 27 મે (હિ.સ.) : મહીયારી ગામના મોચી ફળિયામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. બનાવ કુતિયાણા તાલુકાના મહીયારી ગામમાં સરમણભાઈ લીલાભાઈના મકાન પાસે આવેલી શેરીના નાકે લેમ્પના અજવાળે બન્યો
મહીયારી ગામે જુગાર રમી રહેલ પાંચ શખ્સો ઝડપાયા.


પોરબંદર, 27 મે (હિ.સ.) : મહીયારી ગામના મોચી ફળિયામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. બનાવ કુતિયાણા તાલુકાના મહીયારી ગામમાં સરમણભાઈ લીલાભાઈના મકાન પાસે આવેલી શેરીના નાકે લેમ્પના અજવાળે બન્યો હતો.

પોલીસને મળેલી બાતમીના આધારે તા. 26 મે 2026ના રોજ રાત્રે આશરે 11:15 કલાકે સ્થળ પર રેડ કરવામાં આવી હતી. દરમિયાન કેટલાક લોકો જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે “રોન પોલીસ નામનો” હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા તમામ શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપીઓમા સરમણ લીલા ઓડેદરા, વિક્રમ ઉર્ફે બગલી અધુરભાઈ પરમાર , ભરત નાગાભાઈ પરમાર નિલેશ પરબતભાઇ પરમાર અને રાજુ મુળુ પરાર નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મહિયારી ગામના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાનાં તથા રોકડા રૂ.11,580/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ જાહેરમાં જુગાર રમતા ઝડપાતા તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા જાહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત નજર રાખવામાં આવી રહી છે અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande