શાસકોનાં અભાવે ઉદ્ઘાટનની રાહ જોતું હીરા બાગ ફ્લાય ઓવર બ્રિજ
સુરત, 27 મે (હિ.સ.) સુરત મહાનગર પાલિકાનાં વહીવટી તંત્રનાં પાપે હીરા બાગ ફ્લાય ઓવર બ્રિજ તૈયાર હોવા છતાં વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અંદાજે બે મહિનાથી તૈયાર થઈ ચુકેલા હીરા બાગ ફ્લાય ઓવર બ્રિજ હાલમાં શાસકોની ગેરહાજરીને પગલે ઉદ્ઘાટ
શાસકોનાં અભાવે ઉદ્ઘાટનની રાહ જોતું હીરા બાગ ફ્લાય ઓવર બ્રિજ


સુરત, 27 મે (હિ.સ.) સુરત મહાનગર પાલિકાનાં વહીવટી તંત્રનાં પાપે હીરા બાગ ફ્લાય ઓવર બ્રિજ તૈયાર હોવા છતાં વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અંદાજે બે મહિનાથી તૈયાર થઈ ચુકેલા હીરા બાગ ફ્લાય ઓવર બ્રિજ હાલમાં શાસકોની ગેરહાજરીને પગલે ઉદ્ઘાટન માટે મુર્હૂતની રાહ જોઈ રહ્યું છે ત્યારે બીજી તરફ પીક અવર્સમાં અશ્વનિકુમારથી કાપોદ્રા જવા માટે વાહન ચાલકો માટે મહત્વપૂર્ણ આ બ્રિજ ધુળ ખાઈ રહ્યો છે.

અલબત્ત, બે દિવસ પહેલાં સ્થાનિક વાહન ચાલકોએ સ્વયંભૂ જ બ્રિજનું લોકાર્પણ કરી દેતાં અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને હાલમાં બેરિકેડ મુકીને બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે.

વરાછા, કાપોદ્રા અને અશ્વનિકુમાર વિસ્તારમાં ભારે ટ્રાફિકજામની સ્થિતિને ધ્યાને રાખીને ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા હીરા બાગ ફ્લાય ઓવર બ્રિજ માટે રજુઆત કરી હતી. જેને ધ્યાને રાખીને સુરત મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાનાં ખર્ચે આ હીરાબાગ ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ હાથ ધર્યું હતું. જો કે, ચુંટણી દરમિયાન બ્રિજની કામગીરી પૂર્ણ થઈ જવા પામી હતી અને શાસકોની ગેરહાજરીને પગલે બ્રિજનું ઉદ્ઘાટન થઈ શક્યું ન હતું.

અલબત્ત, લાંબો ચકરાવો અને ભારે ટ્રાફિક જામની સ્થિતિને પગલે બે દિવસ પૂર્વે વાહન ચાલકો દ્વારા હીરા બાગ બ્રિજનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો અને આ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું.

નવા મેયરની વરણી થયા બાદ તેમના હસ્તે બ્રિજનાં લોકાર્પણનાં અભરખા વચ્ચે સ્થાનિક વાહન ચાલકો દ્વારા બ્રિજનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવતાં તંત્ર દ્વારા બ્રિજનો ઉપયોગ બંધ કરવા માટે મસમોટા બેરિકેડ મુકી દેવામાં આવતાં વાહન ચાલકોમાં હવે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. જો કે, મનપાનાં વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનામાં બ્રિજનો લોડ ટેસ્ટ બાકી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande