જામનગર જિલ્લાના 22 પોલીસકર્મીઓની બદલી કરતા જિલ્લા પોલીસ વડા
જામનગર, 27 મે (હિ.સ.) : જામનગર પોલીસ આલમમાં મોટો બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જિલ્લા પોલીસવડા ડો.રવિમોહન સૈની દ્વારા જામનગર, કાલાવડ, શેઠવડાળા, જામજોધપુર સહિતના પોલીસ મથકમાં ફરજ બજાવતાં 22 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી અન્ય પોલીસ મથકમાં
બદલી


જામનગર, 27 મે (હિ.સ.) : જામનગર પોલીસ આલમમાં મોટો બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જિલ્લા પોલીસવડા ડો.રવિમોહન સૈની દ્વારા જામનગર, કાલાવડ, શેઠવડાળા, જામજોધપુર સહિતના પોલીસ મથકમાં ફરજ બજાવતાં 22 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી અન્ય પોલીસ મથકમાં ફરજ સોંપવામાં આવી છે.

જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા રાહુલ ઇશ્વરભાઇ મકવાણાને સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં, હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મનહરસિંહ જાડેજાને લાલપુર પોલીસ મથકમાં, કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના જયપાલસિંહ જાડેજાને લાલપુર, બેડીમરીન પોલીસ મથકના આશાબેન ધામેચાને જિલ્લા એલઆઇબી જામનગર, પંચકોષી એ પોલીસ મથકના જયસુખ રાઠોડને ધ્રોલ, પંચકોષી એ પોલીસ મથકના ભાવેશ લીંબરિયાને જોડિયા, હેડક્વાર્ટરના રવિન્દ્રસિંહ જાડેજાને સિટી બી ડિવિઝનમાં, હેડક્વાર્ટરના લખધીરસિંહ જાડેજાને પેરોલ ફર્લો સ્ક્વોડ જામનગરમાં, હેડક્વાર્ટરના મહેન્દ્રસિંહ જાડેજાને સિક્કામાં, સિટી એ ડિવિઝન પોલીસ મથકના વિક્રમસિંહ જાડેજાને મેઘપર પોલીસ મથકમાં, કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના શહેનાઝ નુરમામદભાઇ ઘોઘાને જિલ્લા એલઆઇબી જામનગરમાં, ટ્રાફિક શાખા જામનગરમાં ફરજ બજાવતા જયદીપકુમાર મનુભાઇ મઠિયાને ધ્રોલ પોલીસમાં, મહિલા પોલીસ મથકના ઇલાબેન મનુભાઇ મકવાણાને એરસિક્યુરિટી જામનગરમાં, બેડીમરીન પોલીસ મથકના વર્ષાબેન રતિલાલ સોલંકીને કમાન્ડ કંટ્રોલ સેન્ટર જામનગર ખાતે, શેઠવડાળા પોલીસ મથકના બ્રિજરાજસિંહ જાડેજાને એએસપી કચેરી લાલપુર ખાતે, લાલપુર એએસપી કચેરીના માધુરીબેન હરેશકુમાર ભટ્ટને બેડીમરીન જામનગરમાં, જામજોધપુર પોલીસ મથકના ભરતસિંહ દાનસીંગ ક્યોરને પોલીસ કંટ્રોલ રૂમમાં, મહિલા પોલીસ મથકના મયુરીબેન રાજેશભાઇ છૈયાને કમાન્ડ કંટ્રોલ સેન્ટર જામનગર ખાતે, સિટી બી પોલીસ મથકના સીમાબેન પરબતભાઇ ચૌહાણને કમાન્ડ કંટ્રોલ સેન્ટર જામનગર ખાતે, શેઠવડાળા પોલીસ મથકના દિનેશકુમાર ખોડાભાઇ ચૌહાણને સિટી એ પોલીસ મથકમાં, સિટી એ ડિવિઝનના રવિન્દ્રસિંહ પરમારને રીડર શાખા જામનગરમાં અને જામજોધપુર પોલીસ મથકના લીલાભાઇ ઉકાભાઇ કરંગિયાને લાલપુર ખાતે એએસપી કચેરીમાં બદલી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande