જૂનાગઢ કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ, 27 મે (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. જૂનાગઢ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવેલ 19 અરજીનો નાગરીકોની રૂબરૂમાં સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો
જિલ્લા કલેકટર  યોગેશ ચૈધરીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ


જૂનાગઢ, 27 મે (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. જૂનાગઢ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવેલ 19 અરજીનો નાગરીકોની રૂબરૂમાં સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના પાણી નિકાલ કરવા, રોડ રસ્તા ને લગત દબાણો હટાવવા અને રસ્તાની મરામત કરવા, રેવન્યુ રેકર્ડ સુધારવા, નવા વીજ કનેક્શન, જમીન માપણી ભૂલો સુધારણા, પ્રોપર્ટીકાર્ડ, લગ્ન સહાય જેવા પ્રશ્નોનોનુ નિવારણ લાવવા જિલ્લા કલેકટરએ સબંધિત અધિકારીઓ સાથે અરજદારની હાજરીમા વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપી પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવ્યું હતું.

આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરએ સંબંધિત અધિકારીઓ કર્મચારીઓને માર્ગદર્શક સૂચનો આપતા જણાવ્યું હતું કે, વારંવાર આવતી એકજ વિષયને લગતી ફરિયાદો નું સમય મર્યાદામાં સ્થળ પર તેમજ જરૂરી કેમ્પ યોજી નાગરિક પ્રથમના અભિગમ સાથે સબંધીત જરૂરી વિભાગો સાથે સંકલન સાધી નિવારણ કરવું, જેથી નાગરીકોને જિલ્લા કક્ષાએ આવવું ન પડે.

આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર બી. એસ. બારડ, નાયબ પોલીસ અધીક્ષક એ.એસ. પટણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એ.જાડેજા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીઓ/કર્મચારીઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande