ધરમપુરના કાનુરબરડા ગામે મમતા દિવસ ઉજવાયો : કુપોષિત બાળકોની આરોગ્ય તપાસ કરી દવા અપાઈ
વલસાડ,27 મે (હિ.સ.) વલસાડ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંચાલિત નિયામકશ્રી આયુષ, ગાંધીનગરના પ્રેરણા અને જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ ધરમપુર તાલુકાના કાનુરબરડા-ર ગામની આંગણવાડી ખાતે મમતા દિવસન
કુપોષિત બાળકોની આરોગ્ય તપાસ કરી


વલસાડ,27 મે (હિ.સ.) વલસાડ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંચાલિત નિયામકશ્રી આયુષ, ગાંધીનગરના પ્રેરણા અને જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ ધરમપુર તાલુકાના કાનુરબરડા-ર ગામની આંગણવાડી ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત કુપોષિત બાળકોની આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે જ આયુષ ગ્રામ યોજના હેઠળ ભાભા નિશાળ ફળિયા અને મંદિર ફળિયામાં રહેતા કુપોષિત બાળકોની પણ તપાસ કરી તેમને હોમિયોપેથીક દવા આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન આંગણવાડી ખાતે બાળકોને અમૃતપેય તરીકે આલ્ફાલ્ફાનાં ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. ઉપરાંત આગામી ૨૧ જૂને ઉજવાનારા ૧૨મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે પેમ્ફલેટ વિતરણ કરી યોગના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ, આયુષ વિભાગ તથા આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande