
મહેસાણા, 27 મે (હિ.સ.) : મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી શુભમ શાહની ઉપસ્થિતિમાં ખેરાલુ તાલુકા અને શહેર ભાજપ કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાજપના હોદ્દેદારો, આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકારના છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા ઐતિહાસિક વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
શુભમ શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વ હેઠળ દેશે વિકાસના નવા શિખરો સર કર્યા છે. ગરીબ કલ્યાણ, મહિલાઓના સશક્તિકરણ, ખેડૂતોના હિત, યુવાનો માટે રોજગારી તેમજ દેશની સુરક્ષા જેવા અનેક ક્ષેત્રોમાં કેન્દ્ર સરકારે નોંધપાત્ર કામગીરી કરી છે.
બેઠકમાં કાર્યકર્તાઓએ સરકારની સિદ્ધિઓને ગામે ગામ અને ઘરેઘરે પહોંચાડવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે આગામી સમયમાં યોજાનારા સંગઠનાત્મક કાર્યક્રમો અને જનસંપર્ક અભિયાનોને ભવ્ય રીતે સફળ બનાવવા માટે આયોજન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. બેઠક અંતે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનસેવામાં સક્રિય રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR