
મહેસાણ, 27 મે (હિ.સ.) સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા કમલમ્ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા સહિત વિવિધ સંગઠનાત્મક હોદ્દાઓ પર નિમણૂક પામેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વરિષ્ઠ નેતાઓ અને સંગઠનના આગેવાનોની હાજરીમાં નવા અને વર્તમાન હોદ્દેદારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનસંપર્ક વધારવા અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં વક્તાઓએ ભાજપના સંગઠનને બૂથ સ્તર સુધી વધુ સક્રિય બનાવવા પર ભાર મૂક્યો હતો. કાર્યકર્તાઓએ પણ એકજૂટ બની પાર્ટીની જીત માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
જિલ્લા ભાજપના શ્રેષ્ઠ નેતૃત્વની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં સંગઠનાત્મક એકતા, શિસ્ત અને કાર્યક્ષમતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને વધુ મજબૂત સફળતા અપાવવા માટે કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR