મહેસાણા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 99 પ્રશ્નોની રજૂઆત
મહેસાણા, 27 મે (હિ.સ.) મહેસાણા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીની સૂચના મુજબ જિલ્લા કક્ષાના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિરાકરણ આવે અને લોકોને ગાંધીનગર સુ
મહેસાણા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૯૯ પ્રશ્નોની રજૂઆત


મહેસાણા, 27 મે (હિ.સ.) મહેસાણા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીની સૂચના મુજબ જિલ્લા કક્ષાના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિરાકરણ આવે અને લોકોને ગાંધીનગર સુધી જવું ન પડે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

કાર્યક્રમ દરમિયાન કલેકટરએ પ્રજાજનોની રૂબરૂ રજૂઆતો અને પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. સાથે જ ઉપસ્થિત વિભાગીય અધિકારીઓને પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને સમયસર કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ 99 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં દબાણ દૂર કરવાની માંગ, જમીન માપણી, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય, મફત પ્લોટ ફાળવણી, રીસર્વે કામગીરી, રોડ-રસ્તાના રિપેરિંગ, ક્ષેત્રફળમાં ફેરફાર, ગટર વ્યવસ્થાપન તેમજ ઓ.એન.જી.સી. દ્વારા જમીન સંપાદન અને વળતર સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થતો હતો.

કલેકટરએ સંબંધિત અધિકારીઓને તમામ અરજીઓ પર ગંભીરતાથી ધ્યાન આપી ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી હતી. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને અરજદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande