મહેસાણામાં ધોરણ 12ના પરિણામ સુધારણા અને પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન
મહેસાણા, 27 મે (હિ.સ.) મહેસાણાની વી.આર. કર્વે સ્કૂલ ખાતે વર્ષ 2025-26 માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના પરિણામોને ધ્યાનમાં રાખી પરિણામ સુધારણા તથા પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લામાં 100 ટકા પરિણામ મેળવનાર કુ
મહેસાણામાં ધોરણ 12ના પરિણામ સુધારણા અને પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન


મહેસાણા, 27 મે (હિ.સ.) મહેસાણાની વી.આર. કર્વે સ્કૂલ ખાતે વર્ષ 2025-26 માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના પરિણામોને ધ્યાનમાં રાખી પરિણામ સુધારણા તથા પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લામાં 100 ટકા પરિણામ મેળવનાર કુલ ૬૧ શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના EI તથા AEI દ્વારા સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ઉત્તમ પરિણામ મેળવનાર શાળાઓના આચાર્યોને અભિનંદન પાઠવતા શિક્ષણ અધિકારીઓએ ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીઓની સતત મહેનતને સફળતાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. સાથે જ અન્ય શાળાઓને પણ વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો લાવવા નવીન પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત 50 ટકા કરતાં ઓછું પરિણામ મેળવનાર કુલ 8 શાળાઓ દ્વારા PPT પ્રેઝન્ટેશન મારફતે પોતાની શાળામાં અમલમાં મૂકાયેલા માઇક્રો પ્લાનિંગ અને એક્શન પ્લાન અંગે માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને આગામી જુલાઈ માસમાં યોજાનારી પૂરક ‘બેસ્ટ ઓફ ટુ’ પરીક્ષામાં વધુ સારું પરિણામ મેળવવા માટે કેવી રીતે આયોજન કરવું તે મુદ્દે ચર્ચા અને ચિંતન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ શાળાઓના આચાર્યઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande