અધિક માસની અગિયારસ નિમિત્તે ગંગામૈયાની વાડી ખાતે આવેલા શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મંદિરમાં ચલણી નોટોની આંગી અર્પણ કરવામાં આવી.
પાટણ, 27 મે (હિ.સ.)પાટણના ગંગામૈયાની વાડી ખાતે આવેલા શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મંદિર માં અધિક માસની અગિયારસ નિમિત્તે ભગવાનને ₹1.51 લાખની ચલણી નોટોથી ભવ્ય આંગી અર્પણ કરવામાં આવી હતી. ₹5 થી ₹500 સુધીની નોટોથી કરાયેલા આ દિવ્ય શણગારના દર્શન કરવા મોટી
અધિક માસની અગિયારસ નિમિત્તે ગંગામૈયાની વાડી ખાતે આવેલા શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મંદિરમાં ભવ્ય નોટોની આંગી અર્પણ કરવામાં આવી.


પાટણ, 27 મે (હિ.સ.)પાટણના ગંગામૈયાની વાડી ખાતે આવેલા શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મંદિર માં અધિક માસની અગિયારસ નિમિત્તે ભગવાનને ₹1.51 લાખની ચલણી નોટોથી ભવ્ય આંગી અર્પણ કરવામાં આવી હતી. ₹5 થી ₹500 સુધીની નોટોથી કરાયેલા આ દિવ્ય શણગારના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

આ પ્રસંગે 65 બહેનોએ અગિયારસની ઉજવણીમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. ઉત્તર ગુજરાતમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું આ એકમાત્ર સ્વયંભૂ મંદિર હોવાથી અધિક માસ દરમિયાન અહીં વિશેષ ધાર્મિક મહત્ત્વ રહે છે.

અખાડાના મહંત ખોડાગીરી મહારાજ એ જણાવ્યું કે સમગ્ર અધિક માસ દરમિયાન મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દરરોજ સવારે 9 વાગ્યે કથા અને સાંજે ભવ્ય મહાઆરતી યોજાય છે. ઉપરાંત, 15 જૂને ભવ્ય અન્નકૂટ દર્શન યોજાનાર હોવાથી ભક્તોને મોટી સંખ્યામાં પધારવા આમંત્રણ અપાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande