ટેલીગ્રામ ટ્રેડિંગ ઍકેડમીના નામે યુવક સાથે 1.42 લાખનો ફ્રોડ
સુરત, 27 મે (હિ.સ.) ઉધના વિસ્તારમાં રહેતા યુવકને ઓનલાઈન સાયબર ફ્રોડનો બનાવ બન્યો છે. સાયબર માફિયાએ યુવકને ટેલીગ્રામ ચેનલ દ્વારા માર્કેટીંગ ઈન્વેસ્ટમેન્ટનમાં રોકાણ કરવાથી મોટો મોટો અપાવવાની લાલચ આપી અલગ અલગ યુપીઆઈ મારફતે બેન્ક ખાતામાં 1.42 લાખ
Fraud


સુરત, 27 મે (હિ.સ.) ઉધના વિસ્તારમાં રહેતા યુવકને ઓનલાઈન સાયબર ફ્રોડનો બનાવ બન્યો છે. સાયબર માફિયાએ યુવકને ટેલીગ્રામ ચેનલ દ્વારા માર્કેટીંગ ઈન્વેસ્ટમેન્ટનમાં રોકાણ કરવાથી મોટો મોટો અપાવવાની લાલચ આપી અલગ અલગ યુપીઆઈ મારફતે બેન્ક ખાતામાં 1.42 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી.

બનાવની વિગત એવી છે કે, ઉધનામાં ધર્મયુગ સોસાયટી વિભાગ-3માં રહેતા 33 વર્ષીય જીતેશ જયંતિલાલ રાણા હિરાના વ્યવસાય સાથે જાડાયેલા છે. ગત 27 એપ્રિલનાં રોજ રાત્રે આઠ વાગ્યે તેઓ ઘરે હતા તે વખતે તેમના મોબાઈલમાં ટેલીગ્રામ એપ્લીકેશનમાં નીતીનકુમાર સિંઘ નામના વ્યકિતએ રોચિત સિંધ ટ્રેડીંગ એકેડમી ટેલીગ્રામ ચેનલ મારફતે માર્કેટીંગ ઈન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવાથી સારો નફો મળશે હોવાની લાલચ આપી હતી. ઠગબાજની લોભામણી સ્ક્રીમમાં આવીને જીતેશ રાણાએ તેના કહેવા પ્રમાણે અલગ અલગ યુપીઆઈ આઈડી તેમજ બેન્ક ખાતામાં રકમ ટ્રાન્સફર કરતા રહ્ના હતા.

આ રીતે જીતેશ રાણાએ 1,42,996 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ પણ ઠગબાજે તેને પાસે વારંવાર નવી નવી ફી- ચાર્જનાના બહાને પૈસાની માંગણી કરી હતી. જાકે જીતેશએ પૈસા ટ્રાન્સફર નહી કરી પોતાના રોકાણ કરેલા 1.42 લાખની માંગણી કરતા નીતીન સિંઘએ પૈસા પરત કર્યા ન હતા.આખરે જીતેશ રાણાને તેઓ ઓનલાઈન સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોંધાવતા ઉધના પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande