સુજલામ સુફલામ યોજના અંતર્ગત માતપુર-બ્રાહ્મણવાડા યોજના હેઠળ 21 તળાવોમાં નર્મદાનું પાણી પહોંચશે.
પાટણ, 27 મે (હિ.સ.)રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત માતપુર-બ્રાહ્મણવાડા પાઇપલાઇન યોજનાને મંજૂરી આપી છે. આશરે ₹10.60 કરોડના ખર્ચે ઊંઝા અને પાટણ તાલુકાના કુલ 9 ગામોના 21 તળાવોમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે. આ યોજનાથી વિસ્તારમાં પાણી સંગ
સુજલામ સુફલામ યોજના અંતર્ગત માતપુર-બ્રાહ્મણવાડા યોજના હેઠળ 21 તળાવોમાં નર્મદાનું પાણી પહોંચશે.


પાટણ, 27 મે (હિ.સ.)રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત માતપુર-બ્રાહ્મણવાડા પાઇપલાઇન યોજનાને મંજૂરી આપી છે. આશરે ₹10.60 કરોડના ખર્ચે ઊંઝા અને પાટણ તાલુકાના કુલ 9 ગામોના 21 તળાવોમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે. આ યોજનાથી વિસ્તારમાં પાણી સંગ્રહ ક્ષમતા વધશે અને ખેડૂતો તેમજ ગ્રામજનોને મોટો લાભ મળશે.

ઊંઝા તાલુકાના ડાભી, સુણક, અમૂઢ, સિંહી, મકતુંપુર, વરવાડા અને બ્રાહ્મણવાડા ગામોના કુલ 17 તળાવો યોજનામાં સામેલ કરાયા છે. જ્યારે પાટણ તાલુકાના વિસલવાસણા અને કણી ગામના 4 તળાવો પણ નર્મદાના નીરથી ભરાશે. પાણી પહોંચતા ભૂગર્ભ જળસ્તર સુધરવાની સાથે ખેતી અને પશુપાલનને પણ ફાયદો થશે.

સરકારની આ મહત્વપૂર્ણ પહેલથી ઉનાળામાં પાણીની તંગી ઘટાડવામાં મદદ મળશે. ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે વધુ સુવિધા ઉપલબ્ધ બનશે, જેના કારણે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande