
જામનગર, 27 મે (હિ.સ.) : EMRI GHS દ્વારા જામનગર ખાતે પાઇલટ ડે 2026ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કુલ 103 કર્મચારીઓને તેમની શ્રેષ્ઠ કામગીરી અને સમર્પણ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રોગ્રામ મેનેજર 108 મનવીર ડાંગરના સ્વાગત પ્રવચનથી થઈ હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન ધર્મેન્દ્ર પટેલ અને જ્યોતિબહેન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જામનગર કલેક્ટર પરિમલ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિશિષ્ટ મહેમાનો તરીકે CDHO ડો. પંકજકુમાર સિંહ, CDMO ડો. વિજય પોપટ, ADHO ડો. અતુલ પટેલ અને લોકગાયક ભાવેશ રામ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે લોકગાયક ભાવેશ રામે લોકગીતોની રજૂઆત કરીને સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ સર્જ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કલેક્ટર પરિમલ પંડ્યા તથા અન્ય મહેમાનો દ્વારા કર્મચારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કલેક્ટરએ 108 અને 1962 એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓના સમાજ માટેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો તથા એવોર્ડ વિજેતા કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરી હતી.
CDHO ડો. પંકજકુમાર સિંહે પોતાના જીવનનો ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે 108 સેવાને એક વખત તેમનું જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અઉઇંઘ ડો. અતુલ પટેલે 1962 એનિમલ એમ્બ્યુલન્સ સેવાની પ્રશંસા કરી હતી અને લમ્પી સ્કિન ડિસીઝ ફાટી નીકળેલી પરિસ્થિતિ દરમિયાન 1962 સેવાને ખૂબ ઉપયોગી સાબિત થયાની નોંધ લીધી હતી. કાર્યક્રમમાં EMRI GHS અમદાવાદ હેડ ઓફિસ તરફથી EMRI GHS આશિષ ધોમસે, 1962 સ્ટેટ હેડ ડો.મુકેશ ચાવડા, ફાઇનાન્સ હેડ વિનોદ સોની તથા જઈખ મેનેજર નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા.
આધાર કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ ઓફિસથી આવેલા આશિષ ધોમસેના નેતૃત્વ હેઠળની ટીમે 108, 112, 181, MHU અને 1962 જેવા વિવિધ પ્રોજેક્ટના કર્મચારીઓ સાથે ચર્ચા કરી, તેમના મંતવ્યો જાણ્યા તેમજ એમ્બ્યુલન્સનું નિરીક્ષણ પણ કર્યું હતું. સાથે સાથે ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રોગ્રામ મેનેજર 1962 ડો. મહંમદ શોએબ ખાને તમામ મહેમાનો, ભાગ લેનાર કર્મચારીઓ તથા કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યરત તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt