પ્રેમજાળમાં ફસાવી ત્રણ વર્ષ સુધી શારીરિક શોષણ બાદ મહિલાને તરછોડી દેતા રિક્ષાચાલક ઝડપાયો
સુરત, 27 મે (હિ.સ.) : ઉમરા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલાને રામપુરાનાં રિક્ષા ચાલક યુવકે પોતે અપરણીત હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર શારીરીક સંબંધો બાધી મારઝુડ કર્યા બાદ તરછોડી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. પોલીસ
Arrest


સુરત, 27 મે (હિ.સ.) : ઉમરા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલાને રામપુરાનાં રિક્ષા ચાલક યુવકે પોતે અપરણીત હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર શારીરીક સંબંધો બાધી મારઝુડ કર્યા બાદ તરછોડી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પીડીતા સને 2023માં વનિતા વિશ્રામ સ્કુલના ગ્રાઉન્ડ ખાતે ભરાતા મેળાની બહાર ફુટપાથ ઉપર ફુગ્ગા અને રમકડા વહેચતી હતી તે વખતે આરોપી રિક્ષા ચાલક સોહેબ ઉમરખાન પઠાણ (રહે, હળદીયા શેરી, સગરામપુરા) તેના પરિચયમાં આવ્યો હતો. સોહેબે પોતે અપરણીત હોવાનુ કહી પીડીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસ લઈ અવાર નવાર શારીરીક સંબંધો બાંધ્યા હતા. સોહેબ પીડીતાનું ત્રણ વર્ષ સુધી શારીરીક શોષણ કર્યા બાદ લગ્ન કરવાની ના પાડી હતી અને તરછોડી દઈ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે પીડીતાએ આ મામલે ગતરોજ ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી સોહેબ પઠાણની ધરપકડ કરી અગાળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande