જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં 9 વાછરડામાં લમ્પી રોગ જેવા લક્ષણ દેખાતા ગૌસેવકો દ્વારા સારવાર
જામનગર, 27 મે (હિ.સ.) : જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લમ્પી વાયરસગ્રસ્ત હોય જેવા લક્ષણોથી પીડિત નવ જેટલા વાછરડા એક સંસ્થામાં સારવાર હેઠળ પરંતુ સારી સ્થિતિમાં હોવાનું જિલ્લા પશુપાલન વિભાગને જાણમાં આવતાં તંત્ર દોડતું થયું છે. લમ્પી જેવા લક્ષણ
ગૌવંશ માં લમ્પી રોગના લક્ષણોનો ફાઈલ ફોટો


જામનગર, 27 મે (હિ.સ.) : જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લમ્પી વાયરસગ્રસ્ત હોય જેવા લક્ષણોથી પીડિત નવ જેટલા વાછરડા એક સંસ્થામાં સારવાર હેઠળ પરંતુ સારી સ્થિતિમાં હોવાનું જિલ્લા પશુપાલન વિભાગને જાણમાં આવતાં તંત્ર દોડતું થયું છે. લમ્પી જેવા લક્ષણો ધરાવતા ગૌ-વંશના સેમ્પલીંગ, લેબ ટેસ્ટીંગ સહિતની કાર્યવાહીની તૈયારી કરવામાં આવી છે.

સેવાભાવીઓ દ્વારા છેલ્લા થોડા દિવસોમાં એક ગૌ-સંસ્થામાં જુદા-જુદા સ્થળેથી બાદ સેવાભાવી આશુતોષ પાઠક અને નવ જેટલા વાછરડા મોકલવામાં આવ્યા અન્યો દ્વારા લમ્પીની ગાઈડલાઈન મુજબની થોડા દિવસોની સારવાર બાદ વાછરડાઓની સ્થિતિ સુધરી ચુકી છે. પરંતુ આવી જાણકારી મળતાં જિલ્લા પશુપાલન તંત્રના ડોક્ટરો દોડતા થયા છે.

ડોક્ટરો દ્વારા હાલ આઈસોલેશનમાં રખાયેલા વાછરડાઓની મુલાકાત લઈને તેની સ્થિતિ જોઈને આગળની સેમ્પલીંગ કે લેબ ટેસ્ટીંગની કાર્યવાહી કરવામાં આવશે. તેમ તંત્ર જણાવે છે. સંસ્થાને મળેલા વાછરડાઓ કાલાવડ, જામનગર અને લાલપુરના ગ્રામ્ય વિસ્તારોના છે. શહેરનું એક પણ વાછરડું નથી. તમામને બાહ્ય ત્વચા ઉપર ફોડલા થયા અને ત્યાર બાદ ફુટ્યા બાદ સારવાર સતત ચાલુ રાખવામાં આવી છે. તેમ ગૌ-સેવક આશુતોષભાઈ જણાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande