કતારગામનાં વેડ રોડ પર પાલિકા દ્વારા સવારથી દબાણ હટાવ ઝુંબેશ
સુરત, 27 મે (હિ.સ.) સિટી ઓફ બ્રિઝ ગણાતાં સુરત શહેરમાં આજે પણ પીક અવર્સમાં ઠેકઠેકાણે ભારે ટ્રાફિકજામનાં દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે. ટ્રાફિક સેન્સનાં અભાવ વચ્ચે શહેરનાં રસ્તાઓ પર ભારે દબાણને કારણે વાહન ચાલકોએ કલાકો સુધી ટ્રાફિક જામમાં હાલાકી ભોગવ
કતારગામનાં વેડ રોડ પર પાલિકા દ્વારા સવારથી દબાણ હટાવ ઝુંબેશ


સુરત, 27 મે (હિ.સ.) સિટી ઓફ બ્રિઝ ગણાતાં સુરત શહેરમાં આજે પણ પીક અવર્સમાં ઠેકઠેકાણે ભારે ટ્રાફિકજામનાં દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે. ટ્રાફિક સેન્સનાં અભાવ વચ્ચે શહેરનાં રસ્તાઓ પર ભારે દબાણને કારણે વાહન ચાલકોએ કલાકો સુધી ટ્રાફિક જામમાં હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. આ સ્થિતિમાં સુરત મહાનગર પાલિકા દ્વારા આજે સવારે કતારગામ વિસ્તારમાં પોલીસ જવાનોની હાજરીમાં વધુ એક વખત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. રસ્તાઓ પર ખાણી પીણીની લારીઓનાં ન્યુશન્સ વચ્ચે આજે સવારથી દબાણ હટાવવાની કામગીરીને પગલે દબાણકર્તાઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

શહેરનાં કતારગામ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ વેડરોડ અને આસપાસનાં વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ પર ખાણી પીણીની લારીઓ સહિત ગલ્લાઓનું દબાણ કાયમી થઈ ચુક્યું હતું. આ સમસ્યાને પગલે સ્થાનિકો સહિત વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. અલબત્ત, આજે સવારે ટ્રાફિક પોલીસનાં જવાનોના સહયોગ વચ્ચે કતારગામ ઝોન દ્વારા સમગ્ર વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરીનાં શ્રી ગણેશ કર્યા હતા.

પ્રારંભમાં દબાણકર્તાઓનાં વિરોધ વચ્ચે પોલીસ જવાનોની હાજરીને કારણે મનપાએ મોટી સંખ્યામાં લારી - ગલ્લાઓનું દબાણ દૂર કરીને રસ્તો ખુલ્લો કરતાં વાહન ચાલકોએ ભારે રાહત અનુભવી હતી. આ વિસ્તારમાં પીક અવર્સ દરમિયાન ટ્રાફિકજામની સ્થિતિ કાયમી થઈ ચુકી હતી અને જેને પગલે વાહન ચાલકો જ નહીં રાહદારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અલબત્ત, કતારગામ ઝોન દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરીને પગલે સ્થાનિકોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande