વિસાવદર તાલુકામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કેન્દ્ર સંચાલકોની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ
જુનાગઢ, 27 મે (હિ.સ.) : વિસાવદર તાલુકામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વિવિધ પ્રાથમિક શાળાઓમાં કેન્દ્ર સંચાલકની ખાલી જગ્યાઓ સરકારએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદવેતનથી ખંડ સમય માટે હંગામી ધોરણે ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિસાવદર તાલુકાની ચાર પ
વિસાવદર તાલુકામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કેન્દ્ર સંચાલકોની ભરતી  માટે અરજી પ્રક્રિયા શરૂ


જુનાગઢ, 27 મે (હિ.સ.) : વિસાવદર તાલુકામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વિવિધ પ્રાથમિક શાળાઓમાં કેન્દ્ર સંચાલકની ખાલી જગ્યાઓ સરકારએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદવેતનથી ખંડ સમય માટે હંગામી ધોરણે ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

વિસાવદર તાલુકાની ચાર પ્રાથમિક શાળાઓ જેમાં નાની પીંડાખાઈ, દેસાઈ વડાળા, ગોવિંદપરા, ઇશ્વરીયા માંડાવડ ઉપરોક્ત કેન્દ્રોમાં ખંડ સમય માટે હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે. ઉમેદવારી કરવા ઇચ્છુક ઉમેદવારોએ મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન યોજના શાખા, વિસાવદરનો સંપર્ક કરી જરૂરી આધાર-પુરાવા સાથે અરજી રજૂ કરવાની રહેશે.

અરજી સ્વીકારવાની અંતિમ તા. 06 જુન 2026 (શનિવાર) નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ કચેરી સમય સવારે 11 થી સાંજે 5 કલાક દરમિયાન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ઉમેદવારોએ મામલતદાર કચેરી, વિસાવદરનો રૂબરૂ સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande