સુરતમાં યુવતીનો પાંચ વર્ષથી પીછો કરી સંબંધ માટે દબાણ, ઈનકાર કરતાં પરિવારને મારી નાંખવાની ધમકી
સુરત, 27 મે (હિ.સ.) : ગોપીપુરા વિસ્તારમાં રહેતા રોમિયો છેલ્લા પાંચ વર્ષથી યુવતીનો પીછો કરી તેની સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જો કે, યુવતી આરોપીનાં તાબે નહી થતા ઉશ્કેરાઈને યુવતી સાથે ગાળાગાળી કરી તેની માતા અને ભાઈને નરાધમે જાનથી મારી નાંખવા
Rape


સુરત, 27 મે (હિ.સ.) : ગોપીપુરા વિસ્તારમાં રહેતા રોમિયો છેલ્લા પાંચ વર્ષથી યુવતીનો પીછો કરી તેની સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જો કે, યુવતી આરોપીનાં તાબે નહી થતા ઉશ્કેરાઈને યુવતી સાથે ગાળાગાળી કરી તેની માતા અને ભાઈને નરાધમે જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

અઠવા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગોપીપુરા, તાતવાડા ભરવાડ ફળિયામાં રહેતો તહૂર સિદ્કિ જીરફ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી છેલ્લા પાંચ વર્ષથી યુવતીનો પીછો કરી તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જો કે, યુવતીએ આરોપી સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવાનો ઈનકાર કર્યો હતો. તહૂર સિદ્દિકે યુવતી તાબે નહી થતા યુવતી સાથે ગાળાગાળી કરી હતી તેમજ તેના ભાઈ અને માતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે યુવતી માનસિક તણાવમાં મુકાઈ હતી. આખરે કંટાળીને યુવતીએ ગતરોજ ફરિયાદ નોંધાવતા અઠવા પોલીસે આરોપી તહુર સિદ્કિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande