28 મેના રોજ પણ પોરબંદર વાસીઓને પાણીનો પુરવઠો નહિવત મળશે
પોરબંદર, 27 મે (હિ.સ.) : પોરબંદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ફોદાડા ડેમની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા તેની તાત્કાલિક મરામત અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામ હજુ બે દિવસ ચાલશે. પાઇપલાઇનમાં થયેલા લીકેજને કારણે પાણીનો વ્યાપક બગા
28 મેના રોજ પણ પોરબંદર વાસીઓને પાણીનો પુરવઠો નહિવત મળશે


પોરબંદર, 27 મે (હિ.સ.) : પોરબંદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ફોદાડા ડેમની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા તેની તાત્કાલિક મરામત અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામ હજુ બે દિવસ ચાલશે. પાઇપલાઇનમાં થયેલા લીકેજને કારણે પાણીનો વ્યાપક બગાડ થતો હોવા સાથે પાણી પુરવઠા વ્યવસ્થાને અસર પહોંચતી હોવાથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત લીકેજ ધરાવતા ભાગને પાઇપલાઇનનું ખોદકામ, ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ તેમજ જરૂરી ટેકનિકલ મેન્ટેનન્સ હાથ ધરવામાં આવ્યું છે. કામગીરી દરમિયાન ફોદાડા ડેમથી આવતો મુખ્ય પાણી પુરવઠો અસ્થાયી રીતે બંધ રાખવાની જરૂરિયાત ઉભી થતા પોરબંદર શહેરમાં તા. 27 અને 28 મે 2026 એમ બે દિવસ સુધી પીવાના પાણીનો પુરવઠો નહિવત રહેશે. મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગે નાગરિકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande