ભરૂચ જિલ્લા ભાજપમાં ભડકો સસ્પેન્ડેડ સહ-મંત્રી નયના વકીલે પ્રમુખ પ્રકાશ મોદી સામે માંડ્યો મોરચો
- જિલ્લા પ્રમુખને કાનૂની નોટિસ ફટકારી બિનશરતી માફી માંગવા માંગ કરી - પ્રમુખ પ્રકાશ મોદીની કાર્યશૈલી અને પક્ષના આંતરિક નિર્ણયો સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી - કાયદાકીય પ્રક્રિયા કે પક્ષીય નીતિ-નિયમોનું પાલન કર્યા વગર સીધું સસ્પેન્શન લેટર વાયરલ કર્
ભરૂચ જિલ્લા ભાજપમાં ભડકો સસ્પેન્ડેડ સહ-મંત્રી નયના વકીલે પ્રમુખ પ્રકાશ મોદી સામે માંડ્યો મોરચો


ભરૂચ જિલ્લા ભાજપમાં ભડકો સસ્પેન્ડેડ સહ-મંત્રી નયના વકીલે પ્રમુખ પ્રકાશ મોદી સામે માંડ્યો મોરચો


ભરૂચ જિલ્લા ભાજપમાં ભડકો સસ્પેન્ડેડ સહ-મંત્રી નયના વકીલે પ્રમુખ પ્રકાશ મોદી સામે માંડ્યો મોરચો


- જિલ્લા પ્રમુખને કાનૂની નોટિસ ફટકારી બિનશરતી માફી માંગવા માંગ કરી

- પ્રમુખ પ્રકાશ મોદીની કાર્યશૈલી અને પક્ષના આંતરિક નિર્ણયો સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી

- કાયદાકીય પ્રક્રિયા કે પક્ષીય નીતિ-નિયમોનું પાલન કર્યા વગર સીધું સસ્પેન્શન લેટર વાયરલ કર્યું

ભરૂચ, 28 મે (હિ.સ.) : ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આંતરિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. જિલ્લા ભાજપના સસ્પેન્ડેડ સહ-મંત્રી નયના વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે ગંભીર આક્ષેપો કરીને સીધો પડકાર ફેંક્યો છે. મનસ્વી રીતે કરવામાં આવેલા સસ્પેન્શનના વિરોધમાં નયના વકીલે હવે કાયદાકીય શસ્ત્ર ઉગામતા જિલ્લા પ્રમુખને કાનૂની નોટિસ ફટકારી છે અને બિનશરતી માફી માંગવાની માંગ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.નિયમોનું ઉલ્લંઘન કરીને સસ્પેન્શન લેટર વાયરલ કરાયો હતો નયના વકીલ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, સસ્પેન્ડેડ સહ-મંત્રી નયના વકીલે પ્રમુખ પ્રકાશ મોદીની કાર્યશૈલી અને પક્ષના આંતરિક નિર્ણયો સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે. નયના વકીલનું કહેવું છે કે, મારી સામે કોઈપણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી, કે પક્ષના નીતિ-નિયમો કે બંધારણનું પાલન પણ કરવામાં આવ્યું નથી. મને મારો પક્ષ રાખવાની તક આપ્યા વિના જ સીધેસીધો સસ્પેન્શન લેટર સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવ્યો છે.સ્વાભિમાન અને માન-સન્માનને ઠેસ પહોંચી.નયના વકીલે વધુમાં આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, કોઈપણ પૂર્વ સૂચના કે પક્ષીય તપાસ વગર સસ્પેન્શન પત્ર જાહેર પ્લેટફોર્મ પર વાયરલ કરવા પાછળ રાજકીય દ્વેષ રહેલો છે. આ કૃત્યના કારણે સમાજમાં અને પક્ષના કાર્યકરો વચ્ચે તેમના સ્વાભિમાન અને માન-સન્માનને ભારે ઠેસ પહોંચી છે. વર્ષોની રાજકીય પ્રતિષ્ઠાને ધૂળધાણી કરવાનો આ સુનિયોજિત પ્રયાસ છે.કાનૂની નોટિસ ફટકારી માફીની માંગ કરી આ સમગ્ર વિવાદ હવે પક્ષના આંતરિક સંગઠનમાંથી બહાર નીકળીને કોર્ટના ઉંબરે પહોંચ્યો છે. નયના વકીલે આ મામલે સખત વલણ અપનાવતા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને કાનૂની નોટિસ પાઠવી દીધી છે. આ નોટિસમાં તેમણે સ્પષ્ટ માંગ કરી છે કે પ્રકાશ મોદી પોતાના આ ગેરબંધારણીય પગલાં બદલ જાહેરમાં તેમની બિનશરતી માફી માંગે.

જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, નયના વકીલની સસ્પેન્શનની કાર્યવાહી પક્ષની શિસ્તના ભાગરૂપે અને સામૂહિક નિર્ણયથી કરવામાં આવી હતી. તેમણે કહ્યું, ટિકિટ ફાળવણીનો નિર્ણય પક્ષની પસંદગી સમિતિ લે છે, હું વ્યક્તિગત રીતે જવાબદાર નથી. નયનાબેનના પતિએ પક્ષના ઉમેદવાર સામે અપક્ષ લડીને પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. સોશિયલ મીડિયા પર સસ્પેન્શન લેટર વાયરલ થવા અંગે તેમણે કહ્યું કે તે પક્ષનો આંતરિક સંદેશા વ્યવહાર હતો, જેમાં બદનક્ષીનો કોઈ ઈરાદો નહોતો.

રાજકીય ગરમાવો આવી ગયો છે એકબાજુ સંગઠનને મજબૂત કરવાના દાવા થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ જિલ્લા કક્ષાના હોદ્દેદારો વચ્ચે જ આ પ્રકારે કાનૂની લડાઈ શરૂ થતાં વિપક્ષને પણ બેઠા બેઠા નવો મુદ્દો મળી ગયો છે. આગામી દિવસોમાં આ મામલે પ્રદેશ નેતાગીરી હસ્તક્ષેપ કરે છે કે કેમ, તેના પર સૌની નજર મંડાયેલી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande